રાજકોટની કુખ્યાત લેડી ડોન સોનું ડાંગર અમદાવાદમાં દારૂની મહેફિલ માણતા ઝડપાઈ

ગુજરાત મુખ્ય સમાચાર
રાજકોટની કુખ્યાત લેડી ડોન સોનુ ડાંગર અને તેના બે સાગરિતો અમદાવાદના પૂર્વ વિસ્તારમાંથી દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે. હાલ તો અમદાવાદ પૂર્વના પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી કર્યા બાદ ત્રણેય જણને કોઈ અજ્ઞાત જગ્યાએ લઈ જવામાં આવ્યા છે. સોનુ ડાંગર રાત્રે પોતાના સાગરિતો ગૌતમ પૂના અને શિવરાજ બિછિયા સહિત અન્ય એક શખ્સ સાથે દારૂની મહેફિલ માણી રહી હતી. આ દરમિયાન અચાનક પોલીસ ત્રાટકી હતી અને ત્રણેયને ઝડપી પાડ્યા હતા.
અગાઉ પણ તે અનેક વખત વિવાદોમાં સપડાઈ ચૂકી છે. સોનું ડાંગર સહિત ગૌતમ અને શિવરાજ પણ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. ગૌતમ અને શિવરાજ 6 ગુનામાં વોન્ટેડ છે. અમદાવાદ પૂર્વના પોલીસ સ્ટેશને કાર્યવાહી કર્યા બાદ ત્રણેયને અજ્ઞાત સ્થળે રાખ્યા છે.