ઉંઘવું કોને ના ગમે. યોગ્ય રીતે અને યોગ્ય પ્રમાણમાં ઉંઘ આપણી હેલ્થ માટે જરૂરી છે. જો કે દિવસે ઉંઘવુ હેલ્થ માટે એટલું જ ખરાબ છે. આવો જાણીએ બપોરે સુવાના શું ગેરલાભ છે…
– બપોરે સૂવાથી શરીર આળસુ બને છે અને અનેક બીમારીઓને પોતાની સાથે લઇ આવે છે.
– જે લોકો બપોરે ઉંઘ્યા વિના નથી રહી શકતાં એમણે નુકસાન વિશે ખાસ જાણવું જોઈએ.
– બપોરે ઉંઘીને ઉઠો ત્યારે શરીરમાં ઉર્જાનું સ્તર બહુ ઓછું થઇ જાય છે અને તમને નબળાઈ લાગવા લાગે છે. આનો અનુભવ તમે કર્યો જ હશે.
– બપોરે ઉંઘવાની મગજ વપર ખરાબ અસર પડે છે.
– બપોરે સૂવાથી ગેસ અને કબજીયાત જેવી પેટની તકલીફો થવા લાગે છે. કારણ કે આપણા પાચનનો સૌથી સારો સમય આ જ હોય છે. પરંતુ ઉંઘી જવાથી શરીરમાં કોઈ એક્ટિવિટી થતી નથી અને પાચન બગડી જાય છે.
– આપણાં શરીરને સરેરાશ એક દિવસમાં એટલે કે 24 કલાકમાં 8 કલાકની ઉંઘની જરૂર છે જે બપોરે સુવાથી પૂરી નથી થતી અને રાતે પૂરતી ઉંઘ નથી આવતી.
– આ સિવાય 8 કલાકથી વધારે ઉંઘ આપણાં શરીરને નુકસાન કરે છે.
– વધારે ઉંઘવાથી સૌથી વધુ નુકસાન આપણાં મગજને થાય છે. જેનાથી વિચારવાની, સમજવાની ક્ષમતા ઓછી થવા લાગે છે.
– જો તમે 8 કલાક કરતા વધારે ઉંઘતા હોવ તો એ બહુ વધારે કહેવાય. આવું ના થાય તેનું ધ્યાન રાખો.
– વધારે ઉંઘવાથી માણસ આળસુ થઈ જાય છે. એણ થાય તો તમે વધારે વખત પથારીમાં રહેશો. પરિણામે એક્સટ્રા ફેટ જમા થવા લાગશે અને તમે સ્થૂળ થઇ જશો.

