SC-STના ક્રિમી લેયરને અનામતમાંથી બહાર કરવા બાબતે રિવ્યૂ કરો, લાર્જર બેન્ચમાં સુનાવણી થાય: કેન્દ્ર

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

કેન્દ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટને અનુસૂચિત જાતિ-જનજાતિ(SC-ST)ના ઉચ્ચ આવક વર્ગ(ક્રિમી લેયર)ને અનામતમાંથી બહાર કરવાના આદેશ પર રિવ્યૂ કરવાની અપીલ કરી છે. કેન્દ્ર સરકાર તરફથી અર્ટોર્ની જનરલ કે કે વેણુગોપલે આ મામલો 7 જજની બેન્ચને મોકલવાની અપીલ કરી છે. 2018માં 5 જજની બેન્ચે ચુકાદો આપ્યો હતો કે SC-STના ઉચ્ચ આવક ધરાવતા લોકોને કોલેજના એડમિશન અને સરકારી નોકરીઓમાં અનામતનો લાભ આપી ન શકાય.

કેન્દ્રની અપીલ પર ચીફ જસ્ટિસ એસ એ બોબડેની અધ્યક્ષતા વાળી ખંડપીઠે કહ્યું કે SC-STના ક્રિમી લેયરને અનામતમાંથી બહાર રાખવા અંગેના મામલા લાર્જર ખંડપીઠને મોકલવામાં આવે કે નહી, તેની પર બે સપ્તાહ બાદ વિચાર કરવામાં આવશે. સમતા આંદોલન સમિતિ અને પૂર્વ આઈએએસ અધિકારી ઓ પી શુકલાએ આ મામલામાં અરજી દાખલ કરી હતી.