છેલ્લા કેટલાય દિવસોથી અમરેલીના બગસરામાં આદમખોર દીપડાએ આતંક મચાવ્યો હતો. પરંતુ આજે પાંચ દિવસે વન વિભાગે બગસરામાં સ્થિત એક ગૌશાળામાં દિપડાને ઠાર માર્યો હતો.
દિપડાને પકડવા અને લોકોને તેનો શિકાર થવાના ભયથી મુક્ત કરવા માટે પ્રશાસને પાંજરા ગોઠવ્યા હતા અને વન વિભાગે બાંયો ચડાવતા છ જેટલી ટીમો સક્રિય કરી હતી. આ પહેલા પાંજરામાં એક દિપડી પુરાયેલી મળી આવી હતી.
રાજ્ય સરકારે પણ આદમખોર દિપડાને ઠાર મારવાના આદેશ કર્યા હતા.

