નિક સાથે વેકેશન માણવા ગયાં પ્રિયંકા ચોપરા, જુઓ સુંદર તસવીરો

ફિલ્મ જગત

બોલીવુડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા હાલના દિવસોમાં પતિ નિક જોનસ સાથે વેકેશન પર છે. નવું વર્ષ શરૂ થવાની તૈયારીમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ એકબીજા સાથે સમય વિતાવી રહ્યા છે. પ્રિયંકા વેકેશનની આ તસવીરોને સતત શેર કરતી રહે છે, જેને ફેન્સ બહુ પસંદ કરી રહ્યા છે. આ તસવીરોમાં પ્રિયંકા ચોપરા સમુદ્ર કાંઠે બહુ ખુશ જોવા મળી રહી છે.

નિક સાથે વેકેશન માણવા ગયાં પ્રિયંકા ચોપરા, જુઓ સુંદર તસવીરો
નિક સાથે વેકેશન માણવા ગયાં પ્રિયંકા

એક તસવીરમાં પ્રિયંકા ચોપરા સમુદ્ર કાંઠે બેસીને શેમ્પેનની મજા લઈ રહી છે. તેની આ તસવીર ભારે વાયરલ થઈ રહી છે. કેટલાક લોકો પ્રિયંકાની સ્ટાઈલના વખાણ કરી રહ્યા છે, તો કેટલાક તેમના શેમ્પેઈન પીવાની વાતને વખોળી રહ્યા છે.