સુરતમાં પૂણા ગામ સ્થિત લેસના વેપારીનું લાખોમાં ઉઠમણું

ગુજરાત મુખ્ય સમાચાર

પૂણા ગામ સ્થિત શ્રીકૃપા લેસના માલિકોએ રૂપિયા 66.67 લાખના માલની ખરીદી કરીને દુકાન બંધ કરી ભૂર્ગભમાં ચાલ્યા જતાં માલ વેચનાર વેપારી દ્ધારા ફરિયાદ દાખલ નોંધાવવામાં આવી છે. સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મોટા વરાછા શાંતિ નિકેતન સોસાયટીમાં રહેતા અનિલ માવજી મેઘાણીએ ગણપતસિંહ પહાડસિંહ ચૌહાણ, જોખમકુંવર ગણપતસિંહ, મહેન્દ્રસિંહ પહાડસિંહ, વિક્રમસિંહ પહાડસિંહ, મહેન્દ્રસિંહ હેમજી ઉમટ, ચેતનસિંહ ઉમટ કે જેઓ પૂણાગામ, અનુપ પ્લાઝામાં આવેલી શ્રીકૃપા લેસના કર્તાધર્તા છે તેઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યા મુજબ આરોપીઓએ કાવતરું રચી રૂપિયા 66,67,347નો માલ ખરીદી પેમેન્ટ ચૂકવવાના બદલે દુકાન બંધ કરી નાસી ગયા છે. સલાબતપુરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.