ફડણવીસનો કટાક્ષ – શિનસેનાના નેતૃત્વવાળી સરકારને દિલ્હીથી ‘માતોશ્રી’ કંટ્રોલ કરશે, મુંબઈથી નહીં

મુખ્ય સમાચાર રાજકીય

મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે રાજ્યની ગઠબંધનવાળી સરકાર પર કટાક્ષ કર્યો છે. ફળણવીસે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનું નામ લીધા વગર કહ્યું કે, શિવસેનાના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરકારને દિલ્હીથી ‘માતોશ્રી’ કંટ્રોલ કરશે, મુંબઈની માતોશ્રી નહીં. જ્યારે તેઓ થોડા દિવસોમાં પાલઘર જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર કરતા હતા ત્યારે આ કહ્યું હતું.