નનકાના સાહેબ ગુરુદ્વારા પર કટ્ટરપંથીઓના હુમલો અને ઘટનાથી 48 કલાકમાં શિખ યુવકની હત્યા જેવા પાકિસ્તાનના કૃત્યોની નિંદા કરતા ભારતે તેને અલ્પસંખ્યકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા જણાવ્યું છે.
પાકિસ્તાનના પેશાવરમાં શિખ યુવકની હત્યા મામલે ભારતે પાકિસ્તાનને આડે હાથ લેતા જણાવ્યું કે, તે અન્ય દેશોને સલાહ ન આપીને તેની ધરતી પર અલ્પસંખ્યકોની સુરક્ષાની વ્યવસ્થા પર ધ્યાન આપે. આ પહેલા નનકાના સાહેબ ગુરુદ્વારા પર પાકિસ્તાની કટ્ટરપંથીઓ દ્વારા પથ્થરમારો અને તોડફોડને મામલે ઘેરાયા પછી ઇમરાન ખાન ભારત પર અલ્પસંખ્યકોના ઉત્પીડનના આરોપ લગાવ્યા હતા.
એખ તરફ જ્યાં ભારતમાં નાગરિકતા સુધારણા કાયદાનો જોરશોરથી વિરોધ કરવામાં આવી રહ્યો છે, એવામાં પાકિસ્તાનમાં અલ્પસંખ્યકો પર અત્યાચારના શરમજનક મામલાઓ સામે આવ્યા છે. ભારતે આ મામલે પાકિસ્તાનને શિખ યુવતની હત્યાના આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે.

