પત્ની ટ્વીંકલ ખન્નાની ફિલ્મને ફ્લોપ કરાવા માટે અક્ષયે કરી હતી પ્રાર્થના, કારણ છે રસપ્રદ

ફિલ્મ જગત

બોલિવૂડમાં જ્યારે પણ બેસ્ટ કપલ્સની વાત નીકળે છે ત્યારે અભિનેતા અક્ષય કુમાર અને ટ્વીંકલ ખન્નાનો ઉલ્લેખ થાય છે. બંન્નેની ગણતરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પરફેક્ટ કપલ્સમાં થાય છે. અક્ષય અને ટ્વીંકલ કામની સાથે પોતાના અંગત જીવન અને પરિવારની જવાબદારીને સારી રીતે નીભાવી જાણે છે. અક્ષય કુમાર અને ટ્વીંકલ ખન્નાની આજે મેરેજ એનિવર્સરી છે. બંન્નેએ 17 જાન્યુઆરી 2001માં લગ્ન કર્યા હતા. અક્ષય અને ટ્વીંકલના લગ્નને આજે 19 વર્ષ પૂર્ણ થઇ ગયા છે. આ ખાસ અવસરે અમે તમને બંન્નેની ખુબ જ સુંદર અને રસપ્રદ વાતો વિશે જણાવીએ છીએ. અક્ષય કુમાર એક્ટર હોની સાથે જ અસલ જિંદગીમાં એક ચાર્મિંગ અને એમેઝીંગ પિત પણ છે. ત્યાં જ તેની પત્ની ટ્વીંકલ ખન્ના એક એક્ટ્રેસ હોવાની સાથે-સાથે ટેલેન્ટેડ બ્લોગર અને ડિઝાઇનર પણ છે. બંન્ને એક-બીજા માટે પરફેક્ટ અને મેડ ફોર ઇધ અધર છે. એક ઇન્ટરવ્યૂમાં અક્ષય પોતાના જીવન સાથે સંકળાયેલ ઘમી વાતો શેર કરી હતી. અક્ષયે જણાવ્યું કે બંન્નેની મુલાકાત મુંબઇમાં ફિલ્મફેર મેગેઝીનનાં શૂટિંગ દરમિયાન થઇ હતી. આ સમયે ટ્વીંકલ પર અક્ષય ફીદા હતો. ટ્વીંકલ પર અક્ષયનો ખુબ મોટો ક્રશ હતો. આ વાતની સ્વીકાર અક્ષય કુમારે ફિલ્મફેરને આપેલા ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. આ પછી અક્ષય કુમાર પોતાની ફિલ્મ ‘ઇન્ટરનેશનલ ખિલાડી’ના શૂટિંગમાં વ્યસ્ત થઇ ગયો. આ ફિલ્મના શૂટિંગ દરમિયાન ટ્વીંકલ અને અક્ષયને એક-બીજા સાથે પ્રેમ થઇ ગયો.