દિલ્હી વિધાનસભા ચૂંટણી: ભાજપે 57 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી

મુખ્ય સમાચાર રાજકીય

દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP)એ પોતાના 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે. ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની ગુરૂવારે મોડી રાત સુધી બેઠક યોજાઈ હતી. જેમાં ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેન્દ્રીય ચૂંટણી સમિતિના સભ્યો ઉપરાંત પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ, કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારી આ બેઠકમાં હાજર રહ્યાં હતા. અંદાજે 3 કલાક ચાલેલી આ બેઠકમાં તમામ સીટો પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ઊંડી સમીક્ષા બાદ ઉમેદવારોની યાદીને આખરી ઓપ આપવામાં આવ્યો છે.

દિલ્હીની વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે પોતાના 57 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ તિમારપુરથી સુરેન્દ્રસિંહ બિટ્ટુને ટીકીટ આપી છે. જ્યારે રિઠાલાથી વિજય ચૌધરી, બવાનાથી રવિંદ્ર કુમાક, રોહિણીથી વિજેંદ્ર ગુપ્તાને ટીકીટ આપી છે. આપ છોડીની ભાજપમાં જોડાયેલા કપિલ મિશ્રાને મોડલ ટાઉનથી ટીકિટ મળી છે.

ભાજપની આ યાદીમાં અનુસુચિત જાતિ(SC)ના 11 ઉમેદવારો જ્યારે 4 મહિલાઓ સામેલ છે. પાર્ટીએ આદર્શ નગરથી રાજકુમાર ભાટી, બાદલીથી વિજય ભગત, રિઠાલાથી મનિષ ચૌધરી, બવાનાથી રવિંદ્ર કુમાર, મુંડકાથી માસ્ટર આઝાદ સિંહને મેદાને ઉતાર્યાં છે.

ઉલ્લેખનિય છે કે, દિલ્હી વિધાનસભાની તમામ બેઠકો માટે 8 ફેબ્રુઆરીના રોજ મતદાન થવાનું છે અને 11 ફેબ્રુઆરીએ મતગણતરી એટલે કે પરિણામ આવશે. ઉમેદવારી નોંધાવાની અંતિમ તારીખ 21 જાન્યુઆરી છે. ઉમેદવારી પત્રક પરત ખેંચવાની અંતિમ તારીખ 24 જાન્યુઆરી છે. દિલ્હીમાં વિધાનસભાની 70 બેઠકો છે. જેમાં હાલ 67 બેઠકો પર આપ અને 3 બેઠકો પર ભાજપના ખાતામાં છે.