અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પત્ની મેલેનિયા અને નરેન્દ્ર મોદીની અમદાવાદની મુલાકાતને લઈને શહેરમાં છેલ્લા 1 મહિનાથી તૈયારીઓ ચાલી રહી છે. ટ્રમ્પ અને તેમની પત્ની મેલેનિયાના સ્વાગતથી લઈને રોડ શો માટે ભરપૂર ખર્ચ કરવામાં આવ્યો છે. ટ્રમ્પની અમદાવાદની ત્રણ કલાકની મુલાકાત પાછળ અંદાજે 100 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે. એટલે કે, ટ્રમ્પની એક મિનિટ 50 હજાર રૂપિયામાં પડી છે. આ ખર્ચમાં સ્ટેડિયમના બ્યુડિફિકેશનના કામથી લઈ રોડ, પોલીસ કર્મીઓ તેમજ સુરક્ષા સહિતનો સામેલ છે.
રિસરફેસિંગ પાછળ 60 કરોડની આસપાસનો ખર્ચ
ટ્રમ્પ અને પત્ની મેલેનિયા 3 કલાક માટે અમદાવાદના મહેમાન બનાવાના છે. ત્યારે તેમના આગમન પહેલા જ સ્ટેડિયમ સહિતના વિસ્તારોમાં પોલીસ સુરક્ષા તૈનાત કરી દેવામાં આવી છે. અંદાજે 30 હજાર પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠાવાઈ દેવાયો છે. અમદાવાદ મ્યુનિસિપલે સ્ટેડિયમની આસપાસના રોડના રિસરફેસિંગ પાછળ 60 કરોડની આસપાસનો ખર્ચ કર્યો છે. આ સિવાય ઔડા દ્વારા પણ રોડ તેમજ ફૂટપાટ સહિત માટે 20 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઉપરાંત સ્ટેડિયમમાં આવનાર આમંત્રિત મહેમાનોના ટ્રાંસપોટેશન સહિત માટે 10 કરોડ અને અન્ય કાર્યક્રમો માટે 4 કરોડ રૂપિયાની આસપાસનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.
