અમિતાભ બચ્ચને ઉડાવી ચીનના રાષ્ટ્રપતિની ઠેકડી, એટલી ભૂંડી રીતે ટ્રોલ થયાં કે ડીલીટ કરવી પડી Tweet

ફિલ્મ જગત

પીઢ અભિનેતા અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર પોતાની કથની તેમજ વિવિધ ટીપ્પણીઓ કરવા માટે ચર્ચામાં હોય છે. આ વખતે પણ કાંઇક એવું જ છે. એક પોસ્ટ બદલ ટ્રોલ થયા હતા અને તેમને પોતાની પોસ્ટ ડીલિટ કરવી પડી. આવું પ્રથમ વખત થયું નથી, ભૂતકાળમાં પણ અમિતાભને પોતાની પોસ્ટ ડીલિટ કરવી પડી છે.

ભૂંડી રીતે ટ્રોલ થયાં બિગ બી

અમિતાભે આ વખતે ટ્વિટર પરના પોતાના અકાઉન્ટ પર ચીનના રાષ્ટ્પતિ પર એક જોક કર્યો હતો. આ પછી લોકોેએ તેમને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું.

તેમણે કોરોના વાયરસના સંદર્ભમાં ટ્વિટ કર્યું હતું કે, મારા એક મિત્રે મને મજાનો સંદેશો પાટવ્યો છે. ગિનીઝ બુક શી જિનપિંગને એવોર્ડ ારશે. કારણકે ચેણે ચીનનુંપહેલું એવું પ્રોડકટ બનાવ્યું છે જે લાંબો સમય સુધી ચાલશે.

જોકે થોડીવાર પછી બચ્ચને પોતાના આ ટ્વિટને ડીલિટ કરી નાખ્યું હતું. ભૂતકાળમાં પણ તેમની સાથે આવું ઘણી વખત થયું છે. તેમણે મળ દ્વારા પણ કોરોના વાયરસનો ચેપ લાગી શકે છે, જેને નિષ્ણાંતોએ ખોટું ગણાવ્યું હતું અને તેમને આ પોસ્ટ ડીલિટ કરવી પડી હતી.