કોંગ્રેસના સાંસદ રાહલુ ગાંધીએ મંગળવારે ચોખામાંથી સેનેટાઈઝર બનાવવા મંજૂરી બદલ કેન્દ્ર સરકારને આડેહાથ લીધી હતી. તેમણે દેશના ગરીબ લોકોને પણ ઉદ્દેશીને કહ્યું હતું કે આખરે તમે લોકો ક્યારે જાગશો.
રાહુલ ગાંધીએ કેન્દ્રની ટીકા કરતા કહ્યું કે એકતરફ દેશમાં ભૂખમરાથી લોકોના મોત થઈ રહ્યા છે ત્યારે જ સરકારે ચોખામાંથી સેનેટાઈઝર બનાવવાની મંજૂરી આપી છે. દેશના ગરીબો ક્યારે જાગશો? તમે ભૂખથી મરી રહ્યા છો અને તમારા હિસ્સાના ચોખાથી આ લોકો ધનવાનોના હાથ ધોવા માટેનું સેનિટાઈઝર બનાવવામાં વ્યસ્ત છે. રાહુલ ગાંધીએ હિન્દીમાં ટ્વીટ કરીને કેન્દ્રના આ નિર્ણયની ઝાટકણી કાઢી હતી. આ ટ્વીટમાં રાહુલ ગાંધીએ એ અહેવાલને પણ ટાંક્યો છે જેમાં જણાવાયું છે કે કેન્દ્ર વધારાના ચોખાનો જથ્થ સેનેટાઈઝર બનાવવાના ઉપયોગમાં ફાળવવા મંજૂરી આપી છે.

