અત્યાર સુધી 18,786કેસ- 599 મોતઃચેન્નાઈની એક તમિલ ચેનલના 25 કર્મચારી કોરોના પોઝિટિવ, લાઈવ શો ટાળવો પડ્યો

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

અત્યાર સુધી દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 18,828 અને 601 લોકોના મોત થયા છે. મંગળવારે ગુજરાતમાં 127, પશ્વિમ બંગાળમાં 53, રાજસ્થાનમાં 52, આંધ્રપ્રદેશમાં 35, મહારાષ્ટ્રમાં 10, કર્ણાટકમાં 7, પંજાબ અને ઓરિસ્સામાં 5-5 જ્યારે મેઘાલયમાં એક દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.દેશમાં સોમવારે 1235 નવા કેસ સામે આવ્યા હતા. આ સતત ત્રીજો દિવસ હતો, જ્યારે દેશમાં કોરોના સંક્રમણના 1000થી વધું કેસ આવ્યા હતા. આ પહેલા રવિવારે 1580 અને શનિવારે 1371 રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. દેશમાં કોરોનાના 9329 દર્દી છેલ્લા આઠ દિવસમાં જ વધ્યા છે. આ કુલ સંક્રમિતોનો 50% છે. આ આંકડા covid19india.org  અને રાજ્ય સરકાર પાસેથી મળેલી માહિતી પ્રમાણે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમણના કુલ 18,601 કેસ સામે આવ્યા છે. જેમાં 14, 759ની સારવાર ચાલી રહી છે. 3252 સ્વસ્થ થયા છે, તો બીજી તરફ 590 લોકોના મોત થયા છે. 

મહત્વના અપડેટ્સ 

  • ચેન્નાઈની એક તમિલ ચેનલના 25 કર્મચારી કોરોના પોઝિટિવ આવ્યા છે. કોરોના ટેસ્ટનું રિઝલ્ટ આવ્યા બાદ ચેનલનો લાઈવ શો પણ ટાળવો પડ્યો હતો. 
  • ઉત્તરપ્રદેશમાં કોરોનાના દર્દીઓના મોતના ઓડિટ માટે 11 કમિટિ બનાવાશે 
  • દિલ્હી હવામાન વિભાગમાં એક કર્મચારીનું કોરોના સંક્રમણથી મોત, સંપર્કમાં આવેલા 10 લોકો પોઝિટિવ 
  • રાયબરેલીમાં 33 લોકો કોરોના પોઝિટિવ મળ્યા, આ લોકો જમાતના સંપર્કમાં હતા
  • રેપિડ ટેસ્ટ કીટમાં ગરબડ, રાજસ્થાન સરકારે કોરોનાની તપાસ અટકાવી 
  • લોકસભા સચિવાલયમાં કામ કરતો એક કર્મચારી કોરોના પોઝિટિવ, RML હોસ્પિટલમાં દાખલ
  • અરવિંદ કેજરીવાલે કહ્યું કે, પત્રકારોના કોવિડ-19ની તપાસ કરાવશે દિલ્હી સરકાર
  • અલહાબાદ વિશ્વવિદ્યાલયના પ્રોફેસર શાહિદ અને 16 વિદેશી જમાતીઓ સહિત કુલ 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે. વિદેશીઓની ધરપકડ ફોરેનર્સ એક્ટ હેઠળના મામલામાં કરાઈ છે જ્યારે પ્રોફેસર શાહિદને જમાતીઓને ચોરી-છુપા શહેરમાં શરણ આપવાના આરોપમાં અને મહામારી એક્ટ હેઠળ ધરપકડ કરાઈ છે. 
  • ઉત્તર દિલ્હીમાં રાશનની દુકાન પર કામ કરતો હેલ્પર પોઝિટિવ 
  • મહારાષ્ટ્રના નાગપુરમાં 7 અને રાજસ્થાનમાં 52 નવા પોઝિટિવ કેસ નોંધાયા 
  • દેશમાં સૌથી સુરક્ષિત સ્થળોમાંનું એક રાષ્ટ્રપતિ ભવન પણ કોરોનોના સંકજામાં આવી ગયું છે. રાષ્ટ્રપતિ ભવનમાં કામ કરનારા એક સફાઈકર્મીની વહુ કોરોના પોઝિટિવ આવી છે. તે પોતાના પરિવાર સાથે જ રાષ્ટ્રપતિ ભવનના કેમ્પસમાં રહેતી હતી. ત્યારબાદ કેમ્પસમાં રહેતા 125 પરિવારોને હોમ ક્વૉરન્ટીન કરી દેવાયા છે.
  • મધ્યપ્રદેશમાં કોરોનાના કારણે ઉજ્જૈનના નીલગંગા પોલીસ સ્ટેશનના પ્રભારી યશવંત પાલનું કોરોનાના કારણે મોત થયું છે. તે અંબર કોલોની કન્ટેનમેન્ટ વિસ્તારમાં ડ્યૂટી દરમિયાન કોરોના પોઝિટિવ થયા હતા. તેમની સારવાર ઈન્દોરના અરવિંદો હોસ્પિટલમાં ચાલી રહી હતી. આજે સવારે તેમનું મોત થયું છે. 

સંકટ વચ્ચે હોસલો વધારતા 3 કિસ્સા 

  •  ગુજરાતમાં અમદાવાદના ઈન્સ્ટીટ્યૂટ ઓફ કિડની ડિઝીઝ એન્ડ રિસર્ચ સેન્ટરે વેન્ટીલેટરમાં ફેરફાર કર્યા છે, આનાથી અહીંયા એક સાથે એક કરતા વધુ દર્દીઓના ઉપયોગમાં આવી શકે છે.
  •  મુંબઈમાં મહિલા ઓટો રિક્ષા ડ્રાઈવર શીતલ સરોદે લોકડાઉન વચ્ચે જરૂરિયાતમંદોને મફતમાં સેવા આપી રહી છે. તેમનું કહેવું છે કે ઘણા લોકો એવા છે, જેમને જરૂરી કામથી કોઈ શહેરમાં જવું હોય, તેમને વાહન મળતા નથી. 
  •  છત્તીસગઢના કોડાગાંમમાં ડો.સંતોષી માણિરપુરી આઠ મહિનાની ગર્ભવતી છે. ત્યારબાદ પણ તે દર્દીઓની સારવાર કરી રહી છે. તેમના કહ્યાં પ્રમાણે દેશ જ્યારે મુશ્કેલીના સમયમાંથી પસાર થઈ રહ્યો છે, એવામાં મને ખુશી છે કે હું સેવાઓ આપી રહી છું.