એપ્રિલ મહિનામાં જેટ ‘છે’ માંથી ‘હતી’ થઈ જશે, ફ્લાઈટ ઉડાવવા માટે પૈસા જ નહીં હોય

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

જેટ એરવેઝ, જો બેન્કો સાથે કરેલ વાયદા પ્રમાણે એક સપ્તાહમાં 1,500 કરોડ રૂપિયા નહિં આપે તો તે એપ્રિલ પછી તે કામકાજ ચાલુ નહિં રાખી શકે. એક સુત્રના જણાવ્યા અનુસાર, કંપનીના ટોપ મેનેજમેન્ટે અંદરો-અંદરની વાત પરથી અનુમાન લગાવીને આ વાત કહી છે. જે નિયમો હેઠળ બેન્કોએ જેટના રિવાઈવલ પ્લાન બનાવ્યા હતા, સુપ્રીમ કોર્ટે તેમને મંગળવારે આરબીઆઈ સાથે જોડાયેલ એક નિર્ણયમાં રદ્દ કરી દીધો છે. એરલાઇન કંપનીના ટોચના મેનેજમેન્ટે આ બાબતે બેંકોને મળ્યા અને તેમને ચિત્ર સાફ કરવા કહ્યું. સુપ્રિમ કોર્ટે ગયા વર્ષે 14 ફેબ્રુઆરીએ રિઝર્વ બેન્ક દ્વારા લોન ડિફૉલ્ટ પર જારી કરાયેલા પરિપત્રને રદ કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં જેટને બેંકોનો જવાબ મળ્યો નથી. દરમિયાન, જેટના સંસ્થાપક નરેશ ગોયલે ઔપચારિક રીતે એરલાઇનથી બહાર નીકળવાની જાહેરાત કરી છે. ગોયલે જણાવ્યું હતું કે, તાજેતરના સમયમાં જેટે જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. હું નથી ઇચ્છતો કે તેની અસર કર્મચારી પર પડે. તેમનું મસ્તક ઊંચું રહેવું જોઈએ. હું માનું છું કે, જેટને વિશ્વની શ્રેષ્ઠ એરલાઇન કંપની બનાવવા માટે મુખ્ય ફાળો આપ્યો છે. કર્મચારીઓ અને જેટ પરિવારના હિતો માટે હું કંપનીના કંટ્રોલ અને તમામ પદોને છોડી રહ્યો છું.’ ગોયલે કંપનીના ચેરમેન અને બોર્ડમાંથી રાજીનામાની જાહેરાત કરી દીધી હતી. જેટ એરવેઝ ભારે મુશ્કેલીમાં છે. તેના મોટા ભાગના વિમાનો ઉડાન ભરી રહ્યા નથી. તેમણે ભારત અને વિદેશી દેવા પર નાદારી નોંધાવી છે. તેણે વેંડરોને પૈસા આપ્યા નથી. કંપની કર્મચારીઓને વેતન ચૂકવવામાં અસમર્થ છે અને તેમની છટણી પણ થઈ રહી છે. જેટને ધિરાણ આપતી બેંકોએ એસબીઆઇના નેતૃત્વ હેઠળ એક રિઝોલ્યૂશન પ્લાન તૈયાર કર્યો હતો. આ હેઠળ, તેઓ કંપનીના શેરના 50.1% પ્રાપ્ત કર્યા પછી નવા રોકાણકારોની શોધ કરશે.

મંગળવારે સર્વોચ્ચ અદાલતના ચુકાદા પછી, આ યોજના પર પ્રશ્નો ઊભા થયા છે. ગયા સપ્તાહે જેટને 180-200 કરોડની લોન મળી હતી. આ પૈસા ડિસેમ્બરના બાકી પગાર અને ફ્યુઅલના બાકી ચૂકવવામાં ચાલ્યા ગયા. એક સૂત્રે જણાવ્યું હતું કે, જે કંપની પાસેથી જેટે વિમાન લીઝ પર લીધા હતા, તેમની ચૂકવણી આજ સુધી નથી કરી. ઉપરોક્ત સૂત્રે જણાવ્યું હતું કે, “જે કંપનીઓએ જેટને ભાડા પર પ્લેન આપ્યા હતા, તેઓ બાકીના એક મોટા ભાગની માગણી કરી રહી છે. જયારે તે જેટને પ્લેનનો ઉપયોગ કરવાનું રોકવા કહે છે, ત્યારે તેણે તેમની વાત માનવી પડે છે.

જ્યાં સુધી કંપની વધુ વિમાનો ઉડાડવાની યોજના ન બનાવે ત્યાં સુધી રોકડ વધશે નહીં.” કંપની બુધવારે 26 વિમાનો ઉડાડી રહી હતી, જેની સંખ્યા મંગળવાર સુધી 29 હતી. જો કે, મેઈન્ટેનન્સને કારણે કંપનીએ બુધવારે ત્રણ વિમાનોનો ઉપયોગ બંધ કર્યો હતો. ડિસેમ્બરમાં જેટમાં 124 વિમાનો હતા. આ વર્ષે જાન્યુઆરી સુધીમાં તે દેશની બીજી સૌથી મોટી એરલાઈન હતી અને આજે કંપની દેશમાં ફક્ત 15 વિમાનો સાથે કાર્યરત છે. તે ભારતની સૌથી નાની એરલાઇન બની ગઈ છે.