કેજરીવાલે કહ્યું- નરેન્દ્ર મોદી અને અમિત શાહને હરાવવા માટે કંઈ પણ કરીશું

મુખ્ય સમાચાર રાજકીય

લોકસભા ચૂંટણીને લઈને દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસની વચ્ચે ગઠબંધનને લઈને હજુ શક્યતાઓ ખતમ નથી થઈ. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે રવિવારે કહ્યું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહને હરાવવા માટે કંઈ પણ કરશે.

કેજરીવાલે કહ્યું કે, દેશ મોટા ખતરામાં છે. દેશને મોદીજી અને અમિત શાહની ‘જોડી’થી બચાવવા માટે અમે જે જરૂર પડશે તે કરીશું. અંત સુધી અમારા પ્રયાસો ચાલુ રહેશે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન થશે કે નહીં થાય તેને લઈને સસ્પેન્સ હજુ પણ અકબંધ રહ્યું છે. આ દરમિયાન ફરીથી આમ આદમી પાર્ટીએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનની વકાલત કરી છે.