સુરેન્દ્રનગર : ચાલુ સભામાં વ્યક્તિએ હાર્દિક પટેલને માર્યો તમાચો

મુખ્ય સમાચાર રાજકીય

ગુજરાતમાં 23મી એપ્રિલના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન યોજવા જઈ રહ્યું છે ત્યારે હાલ ઠેરઠેર ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. આ દરમિયાન સુરેન્દ્રનગર બેઠક માટે પ્રચાર કરી રહેલા હાર્દિક પટેલને કડવો અનુભવ થયો છે. હાર્દિક પટેલ સ્ટેજ પર ભાષણ આપી રહ્યો હતો ત્યારે એક વ્યક્તિએ તેને તમાચો મારી દીધો હતો. જે બાદમાં હાર્દિકની સભામાં મારામારી થઈ હતી. હાર્દિક પટેલ સુરેન્દ્રનગરના વઢવાણના બલદાણા ગામ ખાતે કોંગ્રેસના ઉમેદવાર સોમા ગાંડા પટેલ માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યો હતો.