રાજકીય ગલીઓમાંથી પીએમ મોદીના મનમાં ફરી સ્થાન મેળવવા માટે વરુણ ગાંધી દરેક પ્રયાસો કરી રહ્યા છે. વરુણ ગાંધી તેમના પિતરાઈ ભાઈ-બહેન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની ટીકાઓ કરવાથી દુર રહે છે. પરંતુ તાજેતરમાં જ તેમણે કહ્યું હતું કે, રાહુલ મોદી સાથેના મુકાબલામાં જીતી નહીં શકે. સાથે જ કહ્યું કે, દાયકાઓ સુધી રાહુલ ગાંધી વડાપ્રધાન નહીં બની શકે.
વરુણે કહ્યું કે, રાહુલનું પીએમ બનવું એ 10-20 વર્ષો સુધી શક્ય જ નથી. સાથે જ કહ્યું કે, આવડા મોટા પદ માટે મતદાતાઓ રાહુલની પસંદગી નહી કરે.

