ઓડિશામાં ચૂંટણી હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. ભુવનેશ્વર-મધ્યથી બીજેડીના ધારાસભ્ય અને ઉમેદવાર તથા ભુવનેશ્વરના પૂર્વ મેયર અનંત નારાયણ જીણા પર રવિવારે રાત્રે બોંબ ફેંકાયો હતો. આ ઘટનામાં ઈજાગ્રસ્ત થવાથી અનંત નારાયણને તાત્કાલિક ધોરણે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ ઉપરાંત ભુવનેશ્વરમાં પાર્ટી કાર્યાલય પાસે ભુવનેશ્વર-મધ્યમાં જ ભાજપના ધારાસભ્ય ઉમેદવાર જગન્નાથ પ્રધાનના વાહન પર પણ બોંબ ફેંકાયો હતો. આ ઘટના બાદ ભાજપના નેતાઓ ચૂંટણી પંચના અધિકારીઓને મળ્યા હતા અને તપાસની માગણી કરી હતી. કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા ધર્મેન્દ્ર પ્રધાને આ અંગે જણાવ્યું હતું કે ‘ઓડિશામાં હિંસક ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. આજે ભુવનેશ્વર મધ્યથી ભાજપના ધારાસભ્ય ઉમેદવાર જગન્નાથ પ્રધાન પર ત્રીજી વખત હુમલો થયો છે. તેમની કાર પર બોંબ ફેંકીને જીવલેણ હુમલો કરાયો હતો.

