બોર્ડની ધો.૧૦ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેરઃ તા.૧૧ જુલાઇથી પ્રારંભ

શૈક્ષણિક

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ માસમાં લેવાયેલી ધો.૧૦ની
પરીક્ષાનું પરિણામ મે માસમાં જાહેર કરાયું હતું. આ પરીક્ષામાં એક અથવા તો બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની કારકિદૠને અસર ન પહોંચે તે માટે બે વિષયની પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે.

પૂરક પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલ છે.બોર્ડના પરીક્ષા સચિવના જણાવ્યા મુજબ તા.૧૧ જુલાઈને ગુરુવારથી પરીક્ષાનો પ્રારંભ થશે અને તા.૧૪ જુલાઈને રવિવારે પરીક્ષા પુરી થશે. સવારે ૧૦થી ૧-૨૦ અને બપોરે ૩ વાગ્યાથી સાંજના ૬-૨૦ વાગ્યા સુધી એમ અલગ-અલગ બે સત્રમાં પરીક્ષા લેવામાં આવશે. પ્રથમ દિવસે સવારના સત્રમાં ગુજરાતી (પ્રથમ ભાષા) અને અન્ય ભાષાની પરીક્ષા લેવાશે અને બપોરે વિજ્ઞાન-ટેકનોલોજી વિષયની પરીક્ષા રાખવામાં આવી છે.તા.૧૨ જુલાઈના શુક્રવારે સવારના સત્રમાં સામાજિક વિજ્ઞાન, બપોરના સત્રમાં અંગ્રેજી (દ્વિતીય ભાષા)ની પરીક્ષા છે. તા.૧૩ના શનિવારે સવારના સત્રમાં ગણિત અને બપોરના સત્રમાં દ્વિતીય ભાષાનું પેપર રાખવામાં આવેલ છે. રવિવારે પણ પરીક્ષા ચાલુ રાખવામાં આવી છે અને તા.૧૪ના રોજ રવિવારે સવારના સત્રમાં ગુજરાતી (દ્વિતીય ભાષા)નું પેપર રાખ્યું છે. બપોરના સત્રમાં રવિવારે કોઈ પરીક્ષા નથી.