મોદી સરકારના બીજા કાર્યકાળના પહેલાં સંસદ સત્રની શરૂઆત આજે થઇ રહી છે. 17મી જૂનથી શરૂ થનાર આ સત્ર 26મી જુલાઇ સુધી ચાલશે. જેમાં બજેટ પણ રજૂ કરવાનુ છે. સંસદની કાર્યવાહી શરૂ થતાં પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયાને સંબોધિત કર્યા. પીએમ મોદીએ કહ્યું કે ચૂંટણી બાદ નવી લોકસભાની રચના બાદ આજે પહેલા સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. અનેક નવા સાથીઓનો પરિચય કરાવાનો અવસર છે, નવા સાથીઓની સાથે નવા ઉમંગ, ઉત્સાહ અને સપના પણ જોડાયેલા છે. આઝાદી બાદ સૌથી મોટું મતદાન થયું, મહિલાઓએ સારી એવી સંખયામાં મતદાન કર્યું. કેટલાંય દાયકા બાદ એક સરકારને ફરીથી બહુમતી મળી.
પીએમે કહ્યું કે જ્યારે ગૃહ ચાલે છે તો દેશહિતના નિર્ણય સારા હોય છે. આશા કરીએ કે તમામ પક્ષ સાથે આવે, લોકતંત્રમાં વિપક્ષનું સક્રિય હોવું જરૂરી છે. પીએમ મોદીએ કહ્યું કે પ્રતિપક્ષના લોકો નંબરની ચિંતા છોડે. અમારા માટે ભાવના મૂલ્યવાન છે. સંસદમાં અમે પક્ષ-વિપક્ષને છોડી નિષ્પક્ષની જેમ કામ કરીએ. પીએમે કહ્યું કે અમને આશા છે કે આ સદનમાં વધુ કામ થશે. વડાપ્રધાન બોલ્યા કે તર્કની સાથે સરકારની ઓલચના કરીને લોકતંત્રને બળ આપે છે, તેનાથી ગૃહમાં સકારાત્મક પરિણામ જોવા મળશે. સત્ર શરૂ થતા પહેલાં સરકારની તરફથી સર્વદલીય બેઠક પણ બોલાવી હતી. આ દરમ્યાન સરકારે કેટલાંય મહત્વપૂર્ણ બિલોને પસાર કરાવા માટે વિપક્ષનો સહયોગ માંગ્યો. આપને જણાવી દઇએ કે સરકારની નજર ટ્રિપલ તલાક જેવા બિલને પાસ કરાવા પર છે. આપને જણાવી દઇએ કે લોકસભા પાછલા કેટલાંય સદનોથી અલગ રહેવાની છે. ના તો આ વખતે લાલકૃષ્ણ અડવાણી દેખાશે, ના તો સુષ્મા સ્વરાજ. જો કે આ વખતે લોકસભામાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને સ્મૃતિ ઇરાની લોકસભા સાંસદ તરીકે ચોક્કસ દેખાશે.

