રાષ્ટ્રપતિનું સંસદના સેન્ટ્રલ હોલમાં સંબોધન, મતદાતાઓ અને ચૂંટણી પંચનો માન્યો આભાર

દેશ-વિદેશ મુખ્ય સમાચાર રાજકીય

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરુવારે સવારે તેમના સુરક્ષા કાફલા સાથે સંસદ ભવન પહોંચ્યા છે. તેઓ સંસદના સેન્ટ્રલ હોલમાં બન્ને ગૃહના સાંસદોને સંયુક્ત સંબોધન કરી રહ્યા છે. આ સંબોધનમાં રાષ્ટ્રપતિ નરેન્દ્ર મોદી સરકારના આગામી એજન્ડા વિષે જણાવી રહ્યા છે.

સંબોધનના પ્રારંભમાં રાષ્ટ્રપતિએ દેશમાં લોકસભાની નિષ્પક્ષ ચૂંટણીમાં ભાગ લેનાર અને પોતાની બંધારણીય ફરજ નિભાવનાર તમામ 61 કરોડ મતદારોનો આભાર માન્યો હતો. આ વખતની ચૂંટણીમાં નોંધપાત્ર મતદારોએ ભાગ લઈને એક નવો રેકોર્ડ બનાવ્યો હોવાનું રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું. લોકોએ સ્પષ્ટ જનાદેશ આપ્યો તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આ ઉપરાંત ચૂંટાયેલા તમામ સાંસદોને પણ રાષ્ટ્રપતિએ અભિનંદન પાઠવ્યા હતા. લોકસભામાં નવા ચૂંટાયેલા સ્પીકર ઓમ બીરલાને પણ રાષ્ટ્રપતિ કોવિંદે શુભેચ્છા પાઠવી હતી.

રાષ્ટ્રપતિનું સંબોધન મોદી સરકાર દ્વારા જ તૈયાર કરવામાં આવે છે અને તેમાં સરકાર આગામી એજન્ડા વિષે જણાવવામાં આવે છે.

રાષ્ટ્રપતિએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી સરકાર સબકા સાથ સબકા વિકાસ તેમજ નવા ભારત નિર્માણના વચનને પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે. સરકાર હરોળમાં છેલ્લા વ્યક્તિ સુધી લાભ પહોંચે તે સુનિશ્ચિત કરવા તત્તપર રહેશે. ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરના આદર્શો પર નવા ભારતે આગળ ધપાવવા સરકાર પ્રયાસ કરશે તેમ રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું. નવું ભારત ટાગોરના એ સ્વરૂપ પર આગળ વધશે જ્યાં લોકોનું ચીત ભય મુક્ત હોય અને આત્મસમ્માનથી તેનું માથું ઊંચું રહે.