અંકલેશ્વર પથંકમાં 7 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેને પગલે આમલાખાડી ઓવરફ્લો થતાં માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાઇ ગયો છે. પીરામણ સહિત અંકલેશ્વર શહેર પશ્ચિમ વિસ્તારમાં પાણી ફરી વળ્યાં હતા. એમ.એસ. 29 કાંસનું પાણી અમલાખાડીમાં જતું અટકતા નિરંતનગર વિસ્તારના હાલ બેહાલ જોવા મળ્યા હતા. ભરૂચની પણ અનેક સોસાયટીઓમાં પણ પાણી ધૂસી ગયા હતા
ભારે વરસાદથી માર્ગો પર પાણી ફરી વળ્યા
અંકલેશ્વરમાં ખાબકેલા 7 ઇંચ વરસાદના પગલે આમલાખાડી નદી ગાંડીતુર બની છે. અને ઓવરફ્લો થતાં પિરામણ ગામ નજીક રેલવેનો અંડર બ્રિજ બંધ થઇ જતા વાહન વ્યવહાર અટકી ગયો હતો. તો પીરામણ ગામના નીચાણવાળા વિસ્તાર તેમજ ખેતરોમાં પાણી ફળી વળ્યાં હતા. આ ઉપરાંત આંબોલી રોડ પણ બંધ થઇ જવા પામ્યો હતો. એટલું જ સીઆઈએસએફ કેમ્પ પાસે ખાદીનો પારો તૂટી જતા પાણી ઓવરફ્લો થઇ શહેરના પશ્ચિમ વિસ્તાર એવા એશિયાડનગર, સર્વોદયનગર વિસ્તારમાં માર્ગો પર પાણી ફરી વળ્યાં હતા. આ પાણી વિવિધ સોસાયટી થઇ ઢેડીયા તળાવમાં આવતા તળાવ પણ છલકાય ઉઠ્યું હતું.
વાહન વ્યવહાર ખોરવાયો ગયો હતો
પાણી રોડ પર ફળી વળતા શક્તિનગર વિસ્તારમાં ફળી વળ્યાં હતા. તો હાંસોટ રોડ પણ પણ પાણી ફળી વળતા રોડ વાહન વ્યવહાર આંશિક ખોરવાયો હતો. આ ઉપરાંત રઘુવીરનગરથી નિરાંતનગરના વરસાદી પાણીનો નિકાલ એમ.એસ.29 કાંસમાં થાય છે, જે ઓવરફ્લો થતાં દીવારોડ પર જલારામનગર સહિત વિસ્તારોમાં ફળી વળ્યાં હતા. આ કાંસનું પાણી આમલાખાડીમાં ન સ્વીકારતા ભારે સમસ્યા ઉદભવી હતી.