અમદાવાદ રિવરફ્રન્ટમાં વિજાપુરના પ્રેમી પંખીડાઓએ કર્યો આપઘાત

ગુજરાત મુખ્ય સમાચાર

કહેવાય છે પ્રેમ આંધળો છે, વ્યક્તિ એક વાર પ્રેમમાં પડ્યા પછી તેને દુનિયાદારીની કોઇ પરવા હોતી નથી. આજકાલ યંગસ્ટર્સ પ્રેમ તો પડી જાય છે, પરંતુ જ્યારે પ્રેમમાં નિષ્ફળતા મળે કે સમાજ વાંધો ઉઠાવે ત્યારે સંઘર્ષ કરવાના બદલે તેઓ જીવન ટૂંકાવવાનો નિર્ણય લે છે. આવો એક કેસ આજે અમદાવાદમાં નોંધાયો છે. આજે સવારે અમદાવાદના એનઆઈડી રિવરફ્રન્ટમાંથી એક પ્રેમી પંખીડાઓનો મૃતદેહ મળ્યો છે. બન્ને પ્રેમપંખીડાઓના હાથ રૂમાલથી બાંધેલા હતા, જેના કારણે પોલીસના પ્રાથમિક તારણમાં આત્મહત્યા કરી હોવાનું લાગી રહ્યું છે. હાલ રિવરફ્રન્ટ પોલીસે તપાસ હાથ ધરી છે.