લવ રંજનની ઓફિસમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે આવતા વિવિધ અટકળ

ફિલ્મ જગત

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ તાજેતરમાં લવ રંજનની ઓફિસ સમા સાથે ગયાહતા. તેમને સાથે જોતાં જ મીડિયામાં વિવિધ અટકળો શરૂ થઇ ગઇ છે.

અજય દેવગણ લવ રંજનની ફિલ્મમાં કામ કરી રહ્યો છે. રણબીર કપૂર પણ આ ફિલ્મમાં કામ કરે તેવી શક્યતા છે. હવે લોકો એમ માની રહ્યા છે કે, આલિયા પણ આ ફિલ્મમાં મુખ્ય પાત્રમાં જોવા મળશે.

આ ફિલ્મ માટે રકુલ પ્રિત સિંહ અન ેદીપિકા પદુકોણ જેવી અભિનેત્રીઓના નામ ચર્ચાયા હતા આલિયા જે અંદાજમાં રણબીર સાથે લવ રંજનની ઓફિસમાં જોવા મળી હતી તે પરથી અંદાજ મંડાઈરહ્યો છે કે આલિયા ફિલ્મની હિરોઇન તરીકે ફાઇનલ છે.

જોકે બોલીવૂડના અનુભવીઓનું માનવું છે કે, રણબીર અને આલિયા બ્રહ્માસ્ત્રમાં સાથે દેખાવાના હોવાથી તેઓ લવ રંજનની ફિલ્મમાં કામ કરે તેવી શક્યતા બહુ ઓછી છે.