હિમાચલ પ્રદેશ: બહુમાલી બિલ્ડીંગ ધરાસાયી, ભારતીય જવાન સહિત બેના મોત

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં કુમ્હારહટ્ટી-નાહન માર્ગે પર સ્થિત એક બહુમાળી બિલ્ડીંગ જમીનદોસ્ત થતા મોટી દુર્ઘટના ઘટી છે. દુર્ઘટના સમયે બિલ્ડીંગમાં ચાલતી ઢાબામાં ભારતીય સેનાના 35 જવાનો જમવા માટે રોકાયા હતા જેમાંથી લગભગ 18 જવાનોનો બચાવ કરી લેવામાં આવ્યો. આ ઘટનામાં એક જવાન સહિત બેના મોત થતા હતા, પરંતુ હજુ પણ સામાન્ય નાગરિકો સહિત સેના જવાનો કાટમાળ નીચે દટાયા હાવાની આશંકા છે.

જો કે ઘટનાની જાણકારી મળતા જ પ્રશાસન અને બચાવ-રાહત દળ ઘટના સ્થળે પહોંચ્યા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા છે. રાહત-બચાવની કામગીરી સતત ચાલી રહી છે, પરંતુ કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવામાં સમય લાગી રહ્યો હોવાના અહેવાલ છે.

ઘટના સ્થળે પહોંચેલા પોલીસ કર્મચારીઓ સહિત સામાન્ય નાગરિકો પણ રાહત બચાવના કાર્યમાં સહભાગી બન્યા છે.