સરકારે ચીની સોશિયલ મીડિયા એપ ટિકટૉક, હેલોને નોટીસ ફટકારી છે. સરકારે આ એપથી 21 પ્રશ્ન પૂછ્યા અને કહ્યુ કે જો આનો વ્યવસ્થિત જવાબ મળ્યો નહીં તો આને બેન કરી દેવાશે.
અગાઉ RSS સાથે જોડાયેલા સંગઠને રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટિકટૉક અને હેલો જેવી સોશ્યલ મીડિયા એપ પર પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી. તેમનો આરોપ હતો કે આ બંને એપ રાષ્ટ્રવિરોધી તત્વોનો અડ્ડો બની ગઈ છે.
ઈલેકટ્રૉનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે આ નોટીસ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે સંબંધિત સંગઠન સ્વદેશી જાગરણ મંચની PM મોદીને ફરિયાદ બાદ જાહેર કરી છે. મંત્રાલયે આ બંને એપ સાથે એ આરોપ પર પણ જવાબ માગ્યો છે કે આ એપ રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓનો અડ્ડો બની ગઈ છે ત્યાં ટિકટૉકનું કહેવુ છે કે તે આવનાર ત્રણ વર્ષમાં સ્થાનિક કૉમ્યુનિટીની જવાબદારી માટે ટેકનોલોજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરીને 100 કરોડ ડૉલરનું રોકાણ કરશે.

