વડોદરા નજીકના દુમાડ ગામમાંથી સૌથી વધુ મગરો પકડાઈ રહ્યા છે અને બે મહિનાના ગાળામાં આજે સૌથી મોટો 11 મો મગર પકડાયો છે.
વિશ્વામિત્રી નદી પાસે આવેલા દુમાડ ગામમાં પૂર દરમિયાન આવી ગયેલા મગરો પાછા ફર્યા નથી અને ગામના બંને તળાવો તેમજ ખેતરોમાં મગરોએ પડાવ નાખ્યો છે. છેલ્લા બે મહિનામાં દુમાડમાં થી 10 મગર પકડાયા છે.
આજે વહેલી સવારે દુમાડ ગામના તળાવ પાસે ખેતરમાં 14 ફૂટનો મહાકાય મગર આવી જતા તેને પકડતા પ્રાણી ક્રુરતા નિવારણ સમિતિના કાર્યકરોને નાકે દમ આવી ગયો હતો. અંદાજે 400 કિલોથી વધુ વજન ધરાવતા મગરે પિંજરું પણ તોડી નાખ્યું હતું. માંડ માંડ પકડાયેલા મગરને ઊંચકીને ટેમ્પામાં મુકવા માટે 30 જેટલા યુવાનો કામે લાગ્યા હતા.

