મોદી સરકારે 15 અમીર લોકોનાં 5.5 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી: રાહુલ ગાંધી

મુખ્ય સમાચાર રાજકીય

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પણ મહારાષ્ટ્રમાં સભાઓ ગજવી ચૂંટણી પ્રચાર કર્યો હતો. લાતુરમાં વિશાળ મેદનની સંબોધતા રાહુલ ગાંધીએ મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપીની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમજ કેન્દ્રની મોદી સરકાર પર નિશાન સાધ્યું હતુ. રાહુલ ગાંધીએ કહ્યું કે કોંગ્રેસ ક્યારેય ખોટા વાયદા નથી કરતી. કોંગ્રેસ જે કહે છે તે કરે છે. રાહુલ ગાંધીએ બેંકના કૌભાંડે મામલે સરકારને ઘેરતા કહ્યું કે આજે અબજો રૂપિયાના કૌભાંડો કરવા છતાં વિજય માલ્યા અને નિરવ મોદી જેવા ભાગેડુઓ આરામથી નિંદર માણે છે. પરંતુ દેશના લાખો ખેડૂતો પરેશાન છે. દેશમાં બેરોજગારી છે. મોદી સરકારે 15 અમીર લોકોનાં 5.5 લાખ કરોડ રૂપિયાનું દેવું માફ કર્યુ છે. નોટબંધી અને GSTનો ઉદ્દેશ્ય ગરીબોનાં ખીસ્સામાંથી પૈસા કાઢીને અમીરોને આપવાનો હતો.