તો શું એક સપ્તાહ બાદ બંધ થઇ જશે ‘બિગ બૉસ 13’? મંત્રાલયે લીધો મોટો નિર્ણય

ફિલ્મ જગત મુખ્ય સમાચાર રાજકીય

રિયાલિટી શો ‘બિગ બૉસ 13 (Bigg Boss 13)’ શરૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલો છે. આ વિવાદનું કારણ શો માં દેખાડવામાં આવતો ‘બેડ ફ્રેન્ડ ફૉરેવર કૉન્સેપ્ટ’ હતો. આ કૉન્સેપ્ટને લઇને બબાલ થવા લાગી કારણ કે શો માં છોકરીઓએ છોકરાઓ સાથે બેડ શેર કરવાનો હતો. શો ને બંધ કરવાની માગ થઇ હતી.

શો ને બંધ કરવાની માગ થયા બાદ મેકર્સે આ કૉન્સેપ્ટમાં ફેરફાર કરી દીધો પરંતુ આ મામલો અટકે એવું લાગી રહ્યું નહીં. થોડાક દિવસ પહેલા મંત્રાલયને ભાજપ ધારાસભ્યને ચિઠ્ઠી લખી હતી જેમાં એને બંધ કરવાની ભલામણ કરી હતી. આ વચ્ચે એવા સમાચાર આવી રહ્યા હતા કે ‘બિગ બૉસ 13’ ની કિસ્મતનો નિર્ણય એક સપ્તાહમાં થઇ જશે.

વાસ્તવમાં, ગાજિયાબાદના લોની વિધાનસભા ક્ષેત્રથી ભાજપ વિધાયક નંદ કિશોર ગુર્જરે સૂચના અને પ્રસારણ મંત્રાલયને એક પત્ર લખીને અપીલ કરી હતી કે કલર્સ ચેનલ પર પ્રસારિત થઇ રહેલ રિયાલિટી શો ‘બિગ બૉસ 13’ ને તત્કાલ પ્રભાવથી બંધ કરી દેવામાં આવે. હવે આ મામલા પર સૂચના અને પ્રસારણ મંત્રાલય પ્રકાશ જાવડેકરે પ્રતિક્રિયા આપી છે. કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું કે અમને એક સપ્તાહમાં શો ના કન્ટેન્ટથી જોડાયેલ સમગ્ર રિપોર્ટ મળી જશે. જેનાથી સ્પષ્ટ થઇ જશે કે શો માં શું દેખાડવામાં આવી રહ્યું છે.

નંદ કિશોર ગુર્જરનો આરોપ છે કે ‘બિગ બૉસ 13’ નું પ્રસારણ પ્રાઇમ ટાઇમના સ્લૉટમાં કરવામાં આવી રહ્યું છે, જેના કન્ટેન્ટમાં ખૂબ જ અશ્લીલતાનું ખુલ્લેઆમ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. આ શો ની સ્થિતિ એવી છે કે ઘરના માહોલમાં જોવો પણ મુશ્કેલ છે. સાથે જ કાર્યક્રમના કન્ટેન્ટ એવા પ્રકારે તૈયાર કરવામાં આવ્યો છે કે જેનાથી દેશના પૈરાણિક અને ઐતિહાસિક પારંપરિક સામાજિક અને સાંસ્કૃતિક મૂલ્યોને નુકસાન પહોંચાડી શકે છે.

‘બિગ બૉસ 13’ ના હોસ્ટ સલમાન ખાન છે. એવામાં એ પણ ‘બિગ બૉસ 13’નો વિરોધ કરી રહેલા લોકોને નિશાના પર છે. અંગ્રેજી વેબસાઇટ ડીએનએના સમાચાર અનુસાર સલમાનના ઘરની બહાર પ્રદર્શન કરી રહેલા કરણી સેનાના આશરે 20 લોકોની ધરપકડ કરી છે. આ પહેલા વિરોધને જોતા સલમાન ખાનના ઘરની બહાર સુરક્ષામાં વધારો કરી દીધો હતો.

તમને જણાવી દઇએ કે સૌથી પહેલા સોશ્યલ મીડિયા પર ‘બિગ બૉસ’ ને બંધ કરવાની માંગણી થઇ હતી. ટ્વિટર પર હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યું, સોશ્યલ મીડિયા પર લોકો લવ જેહાદ ફેલાવતું બિગ બૉસ, #Boycott_BigBoss અને #UnsubscribeColours TV જેવા હેશટેગને ટ્રેન્ડ કરાવવા લાગ્યું. આ ટ્વિટ્સ દ્વારા લોકો બિગ બૉસમાં અશ્લીતતા ફેલાવવાનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદઘણા સંગઠન આ શો નો વિરોધ કરી રહ્યા છે.