ચોમાસામાં મોટાભાગે લોકોને તાવ, શરદી અને ઉધરસ જેવા સંક્રમણની સમસ્યા રહેતી હોય છે. લોકોને આ સિઝનમાં હેપટાઈટિસ-ઈ અને એ જેવા ગંભીર સંક્રમણનો ખતરો પણ થઈ શકે છે. આનાથી લીવર સંબંધિતે એક ગંભીર બિમારી થાય છે. દૂષિત પાણી પીવાથી તથા દુષિત ભોજન કે સંક્રમિત જાનવરોનું માંસ ખાવાથી હેપેટાઈટિસ-એ અને ઈ થવાની સંભાવના વધે છે. જાન્યુઆરી 2015થી જૂન 2018માં થયેલ શોધ અનુસાર, 10 લાખ નમૂનામાં પાણીથી ફેલાયેલ હેપેટાઈટિસ ઈ વાયરસના કેસો દેશમાં સૌથી વધુ હતા.
લક્ષણો
હેપેટાઈટિસ-ઈ અને એના લક્ષણો સરળતાથી જોવા નથી મળતા વાયરસના સંપર્કમાં આવવાના 2-7 સપ્તાહ પછી જ કોઈ લક્ષણ દેખાય છે. લક્ષણ સામાન્ય રીતે 2 મહિનામાં જોવા મળે છે. જેમાં ઉલ્ટી, થાક, પેટમાં દુઃખાવો, લિવરમાં સોજો, ભૂખની ઉણપ, ગોઠણનો દુખાવો, તાવ અને ચામડી અને આંખોની પીળા પડી જવા જેવા લક્ષણો સામેલ છે.
આનાથી બચવા શું કરવું
સંક્રમણથી બચવાના ઉપાયમાં સ્વચ્છતા પર ધ્યાન આપવું. ઘરે કે બહાર પર્સનલી તમામ સફાઈ કામ પર ધ્યાન આપવું. સ્વચ્છતાની આદતથી સંક્રમણથી બચી શકાય છે. શૌચ, ભોજન પહેલા અને પછી હાથ અવશ્ય ધુઓ. ગંદા શાકભાજીથી બચો, કાચા ફળો કે શાકભાડીના સલાડ કે જ્યુસ બનાવતા સાવધાની વર્તો. સ્ટ્રીટ વેન્ડર્સ પાસેથી ફૂડ લેતી વખતે સ્વચ્છતાનો આગ્રહ રાખો.ખોરાક સાથે પાણીની શુદ્ધતા બાબતે પણ ખ્યાલ રાખો. પાણી ઉકાળીને પીવો. જેથી તેમાં રહેલા બેક્ટેરીયા મરી જાય, ગંદકી દૂર થાય. શરાબનું સેવન છોડો, તે લિવરને ગંભીર નુકશાન પહોંચાડી શકે. ડિહાઈડ્રેશનથી બચવા વધુ પાણી પીવો. ફળોનો રસ અને સૂપ પીવો.

