હોલિવૂડની ફિલ્મમાં રાધિકા આપ્ટે જાસૂસના પાત્રમાં જોવા મળશે

ફિલ્મ જગત

ફિલ્મ ‘ધ વેડિંગ ગેસ્ટ’થી હોલીવૂડમાં ડેબ્યુ કરી ચુકેલી રાધિકા આપ્ટે હવે પોતાની આગામી હોલીવૂડ ફિલ્મ રિલીઝની રાહ જોઇ રહી છે. આ ફિલ્મનું નામ ‘લિબરેટ: અ કોલ ટુ સ્પાય’ છે. હાલમાં જ આ ફિલ્મનું પ્રીમિયર એડિનબર્ગ ફિલ્મ ફેસ્ટિવલમાં કરવામાં આવ્યું હતું.

લીડિયા ડીન પિલ્ચરના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં રાધિકા નબર ઇનાયત ખાનનું પાત્ર ભજવતી જોવા મળશે. રાધિકાએ પોતાના રોલ બાબત જણાવ્યુ હતુ કે, ” આ એક એવુ પાત્ર છે, જે એક શાંતિપ્રિય મહિલા યુદ્ધમાં ફસાઇ ગઇ છે. નૂર બ્રિટનમાં જન્મેલી અને રશિયામાં રહેતી મહિલા હતી. જેની માતા એક અમેરિકન મહિલા અને પિતા એક ભારતીય મુસ્લિમ હતા.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન નૂર બ્રિટિશ પ્રાઇમ મિનિસ્ટર વિંસ્ટન ચર્ચિલના એક ખાનગી ટીમની સભ્ય હતી. તેને ફ્રાન્સમાં જાસૂસી માટે મોકલવામાં આવી હતી. જ્યા ંતે પકડાઇ ગઇ હતી. પરંતુ તેણે એક પણ ખાનગી વાતની બાતમી તેમને આપી નહોતી.

અંતમાં નૂરનું મોત જેલમાં જ થઇ ગયું હતું. મરતા પહેલા તેનો અંતિમ શબ્દ ‘લિબરેટ’ હતો.

બોલીવૂડ અને હોલીવૂડના ફરક વિશે પુછવામાં આવતા રાધિકાએ જણાવ્યુ હતુ કે, હોલીવૂડના લોકો વધુ પ્રોફેશનલ અને શિસ્તબદ્ધ છે. તેઓ સમયપત્રક પ્રમાણે વ્યવસ્થિત સમયસર શૂટિંગ કરે છે તેમજ પેમેન્ટ પણ સમય પર કરવામાં આવે છે. કહેવાય છે કે, રાધિકા આપ્ટે હોલીવૂડની ત્રીજી ફિલ્મ પણ સાઇન કરવાની છે.