SBIના નફામાં ઘટાડો, ચેરમેન રજનીશ કુમાર ભગવાનની શરણે

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

દેશની સૌથી મોટી સરકારી બેન્કના ચેરમેન રજનીશ કુમારે બેન્કના આગામી સમયને ભગવાન ભરોસે છોડ્યો છે. ચાલુ નાણાંકીય વર્ષના પહેલા ત્રિમાસિક સમયગાળામાં બેન્કને ફાયદો થયો છે, પરંતુ બેન્કની આશા મુજબ નથી થયો અને તેનાથી ખૂબ જ ઓછો થયો છે. બેન્કની બગડતી આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ચેરમેન રજનીશ કુમાર હવે ભગવાનની શરણમાં આવ્યા છે. તેઓ જણાવે છે કે, હું રોજ સવારે આકાશ તરફ નજર નાખું છું અને ઇશ્વરને પ્રાર્થના કરુ છું કે, એનસીએલટીમાં ગયેલા ત્રણેય મોટા ખાતાઓનું જલ્દીથી નિરાકરણ આવે. જેનાથી બેન્કને 16 હજાર કરોડ રુપિયાથી પણ વધારે રુપિયા મળશે.

ઉલ્લેખનીય છે કે, એસ્સાર સ્ટીલ, ભૂષણ પાવર એન્ડ સ્ટીલ તથા આલોક ઇન્ડસ્ટ્રીઝના મામલા એનસીએલટીમાં છે, જેની લોન માટે એસબીઆઇએ 100 ટકા પ્રોવિઝનીંગ કરવી પડી છે.

SBIને ચાલુ નાણાંકીય વર્ષની પહેલી ત્રિમાસિકમાં 2,312 કરોડ રુપિયાનો ચોખ્ખો નફો થયો છે, જ્યારે ગત વર્ષેના આ જ સમયગાળાની સરખામણીમાં તેને 4,876 કરોડ રુપિયાનું નુકસાન થયું છે.

બેન્કને આ સમયગાળામાં 4,106 કરોડ રુપિયા નફો થવાની આશા હતી, પરંતુ ટ્રેઝરી અને રિટેલ સેગમેન્ટના સારા પ્રદર્શન હોવા છતા કોર્પોરેટને આપેલી લોન ડૂબી જવાથી નફા આશા મુજબ નથી થયો. જો કે જૂનના અંતમાં ત્રિમાસિક દરમિયાન ચોખ્ખી એનપીએ ઘટીને 3.07 ટકા થઇ હતી જે ગત વર્ષે આ જ સમયગાળા દરમિયાન 5.29 ટકા હતી.