પાકિસ્તાને ભારતીય હાઇકમિશ્નર અજય બિસારિયાને ભારત મોકલવાનો નિર્ણય કર્યો છે. જે બાદ અજય બિસારિયા ઈસ્લામાબાદથી લાહૌર રવાના શઇ ચૂક્યા છે. તેઓ વાઘા અટારી બોર્ડર પરથી ભારત આવશે. પાકિસ્તાન સરકારે બુધવારે ભારતીય હાઇકમિશ્નર અજય બિસારીયાને પરત મોકલવાનો નિર્ણય અને દ્વિપક્ષીય સંબંધોમાં રોકવાનો નિર્ણય લીધો છે.
પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરેશીએ બેઠક બાદ કહ્યું કે, અમારા રાજદૂત હવે દિલ્હીમાં નહી રહેશે અને તેમના રાજદૂતને પણ અમે પરત મોકલી દેશું. બેઠક બાદ જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર ભારત સાથેના કૂટનિતિક સંબંધો ડાઉનગ્રેડ કરવા, દ્વિપક્ષિય સંબંધો બંધ કરવા, દ્વિપક્ષિય વ્યવસ્થાની સમિક્ષા કરવા, મામલાને સંયુક્ત રાષ્ટ્રમાં લઇ જવા અને 14 ઓગસ્ટના રોજ પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ કાશ્મીરીઓ સાથે એકતા વ્યક્ત કરવા મનાવવામાં આવશે.

