અમેઠીથી સાંસદ બન્યા બાદ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ અમેઠીની જનતાને કરેલા દરેક વાયદા પૂરા કરવાના પ્રયત્નો શરૂ કરી દીધા છે. કેન્દ્રમાં ભાજપની સરકાર ફરી આવતા અમેઠી વિકાસને નવા નવા પરિણામો મળવા શરૂ થઇ ગયા છે. સાંસદ સ્મૃતિ ઈરાનીએ લોકસભા ચૂંટણીના પ્રચાર વખતે એમેઠીની જનતાને વાયદો કર્યો હતો કે, તેઓ ત્યાં શિક્ષણ વધારવા માટે એક કેન્દ્રિય વિદ્યાલય શરૂ કરશે.
આ અંગે અસ્થાઇ રૂપે અમેઠીની મુન્શીગંઝના ભૂમિ સંરક્ષણ કાર્યાલય પરિસરમાં ખાલી પડેલી બિલ્ડિંગમાં આ સ્કુલ ચાલશે, જ્યાં ધોરણ 1 થી 5 સુધીનો અભ્યાસ કરવામાં આવશે. સાથે જ નવી બિલ્ડિંગનું નિર્માણ પણ જલ્દી પૂર્ણ કરવામાં આવશે. કોંગ્રેસ ગઢના રૂપે દેશ અને દુનિયામાં પોતાની ઓળખ બનાવનાર એમેઠી હવે ભગવા રંગમાં રંગાઈ ગઇ છે. અમેઠીની સાંસદ બનતા જ સ્મૃતિ ઈરાની અત્યારસુધી અહિંયા કરોડોની ભેટ પણ આપી ચૂકી છે. ભાજપ સત્તામાં આવતા અમેઠીના વિકાસની ગતી વધી છે.
સ્મૃતિ ઈરાની અમેઠીની સાંસદ બનતા સૌથી પહેલાં એમણે શિક્ષણનું સ્તર વધારવા માટે શિક્ષણ ક્ષેત્રમાં વિકાસના કામ શરૂ કર્યાં છે. સ્મૃતિ ઈરાનીએ સૌથી પહેલાં ડિગ્રી કોલેજોને કાનપુરથી હટાવીને ફરી ફૈજાબાદથી શરૂ કરાવી. જેનાથી લોકોને ઘણો ફાયદો થયો. ત્યારબાદ લાંબા સમયથી અટકેલું કેન્દ્રીય વિદ્યાલયના કામનું શુભારંભ કરાવ્યું.
કેન્દ્રીય વિદ્યાલયમાં ઘારણ 1 થી 5ના વિદ્યાર્થીઓને દાખલ કરવા માટેના ફોર્મ પણ આપવા શરૂ કરી દીધા છે. આ વિદ્યાલયમાં પ્રથમ કેન્દ્રીય અને રાજ્ય કર્મચારીના બાળકોને એડમીશન આપવામાં આવશે. ત્યારબાદ તમામ લોકોને એડમીશન આપવામાં આવશે.
એક ટીચરે જણાવ્યું કે, 1 થી 5 સુધીના વર્ગો આવતા મહિનાથી શરૂ થશે. બીજી બાજુ બાળકોના પરિવારે મોદી સરકારનો આભાર માન્યો અને કહ્યું કે, આ વિદ્યાલયના આવવાથી તેમના બાળકોનું ભવિષ્ય સારૂં બનશે અને ઓછા રૂપિયામાં તેમના બાળકો શારૂ શિક્ષણ મેળવી શકશે. એક સ્થાનિકનું કહેવું છે કે, અત્યારસુધી અમે અમારા બાળકોને સારૂં શિક્ષણ અપાવવા માટે ખાનગી સ્કુલમાં મોકલતાં હતા અને ત્યાંની ફી ઘણી વધારે હતી, પરંતુ હવે અમારા બાળકોને પણ સારૂં શિક્ષણ મળી શકશે, કારણ કે, દીદી સ્મૃતિ અમારા લોકોની સાંસદ છે.

