કાશ્મીરી મહિલાઓ પર ખટ્ટરનું નિવેદન RSSની તાલીમનું પ્રમાણ છે: રાહુલ ગાંધી

મુખ્ય સમાચાર રાજકીય

કાશ્મીરી મહિલાઓને લઇને હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરના નિવેદનની કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આકરી ટીકા કરી છે. શનિવારે તેમણે દાવો કર્યો હતો કે, ખટ્ટરનુ નિવેદન એ વાતનું પ્રમાણ છે કે, આરએસએસની તાલીમ એક વ્યક્તિની વિચારશક્તિને કેવી રીતે બદલી શકે છે.

રાહુલ ગાંધીએ આ મામલે ટ્વિટ કરી હતી કે, કાશ્મીરી મહિલાઓ વિશે હરિયાણાના મુખ્યમંત્રીની ટિપ્પણી નિંદનીય છે, આ દર્શાવે છે આરએસએસની વર્ષોની તાલીમ એક નબળી, અસુરક્ષિત અને દયનીય વ્યક્તિની વિચારધારાને કેવી રીતે બદલી શકે છે. તેમણે જણાવ્યું તે, મહિલાઓ કોઇ પ્રકારની સંપત્તિ નથી કે પુરુષો તેમની પર માલિકીપણું કરે.

આ પહેલા ખટ્ટરે નિવેદન આપીને વિવાદ સર્જો હતો કે હવે હરિયાણાના લોકો કાશ્મીરથી વધુ લાવી શકશે. તેમનો ઇશારો બંધારણના અનુચ્છેદ 370ને હટાવી રાજ્યના વિશેષ દરજ્જાને નાબૂદ કરવા પર હતો.

ઉલ્લેખનીય છે કે હરિયાણા તેની લિંગ ભેદની વિચારધારાને લીધે સમગ્ર દેશમાં બદનામ છે ત્યાં પુરુષોની સરખામણીમાં મહિલાઓની સંખ્યા ખૂબ જ ઓછા પ્રમાણમાં છે, કારણ કે બાળકીઓનો જન્મ દર ઓછો છે.