કોહલીની ૪૨મી સદી : વન ડેમાં ભારત તરફથી સર્વાધિક રન ફટકારવામાં બીજા ક્રમે

ખેલ-જગત

ભારતીય કેપ્ટન કોહલીએ વિન્ડિઝ સામેની શ્રેણીની બીજી વન ડેમાં શાનદાર બેટીંગ કરતાં કારકિર્દીની રેકોર્ડ ૪૨મી સદી સાથે ૧૨૦ રનની ઈનિંગ રમી હતી. કોહલીએ આ ઈનિંગ દરમિયાન વિક્રમોની વણઝાર સર્જી હતી. તેણે વન ડે ક્રિકેટમાં ભારત તરફથી સૌથી વધુ રન ફટકારવામાં બીજો ક્રમ હાંસલ કરી લીધો છે.

કોહલીની સદી તેમજ ઐયરની અડધી સદીની મદદથી ભારતે પ્રથમ બેટીંગ કરતાં ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૨૭૯ રન કર્યા હતા. જ્યારે વિન્ડીઝ તરફથી બ્રાથવેઇટે ૩ વિકેટ ઝડપી હતી.

કેપ્ટન કોહલીએ ૧૯ રન ફટકારતાં જ વિન્ડિઝ સામે સર્વાધિક રન ફટકારવાનો મિયાદાદનો રેકોર્ડ તોડી નાંખ્યો હતો. આ ઉપરાંત કોહલીએ વન ડે ક્રિકેટમાં ભારત તરફથી સર્વાધિક રન ફટકારવામાં ગાંગુલી (૨૩૮ વન ડેમાં ૧૧,૩૬૩ રન)ને પાછળ રાખી દીધો હતો. તેણે વિન્ડિઝ સામે ૩૪મી આઠમી સદી ફટકારવાનો અનોખો રેકોર્ડ સર્જ્યો હતો. વિન્ડિઝ સામે સૌથી વધુ સદી ફટકારવામાં કોહલી પછી બીજા ક્રમે અમલા પાંચ સદી સાથે છે.