ભાજપના નેતા સ્વામી ચિન્મયાનંદે પૂછપરછમાં લોની વિદ્યાર્થીની પર બળાત્કારનો ગુનો સ્વીકારી લીધો છે. આ મામલે તપાસ કરી રહેલી એસઆઇટીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ અંગેનો ખુલાસો કર્યો હતો.
SITના ચીફ નવીન અરોડાએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, ચિન્મયાનંદે તેમની પર લાગેલા તમામ આરોપોને સ્વીકારી લીધા છે. વાયરલ થયેલા વિડીયોમાં ચિન્મયાનંદે જાતે જ છે, જેનો તેમણે સ્વીકાર કર્યો હતો. ગૂનો કબૂલ્યાના આધારે શુક્રવારે તેમની ધરપકડ કરવામાં આવી હતી. વિડીયો અને ઓડિયોની તપાસ કરવામાં આવશે. SITના ચીફ નવીન અરોડા મુજબ ચિન્મયાનંદે તેમની સમક્ષ સ્વીકાર્યું હતું કે, હું આ ભૂલ પર શરમ અનુભવી રહ્યો છું.
ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશની SIT ટીમે શુક્રવારે ચિન્મયાનંદની તેમના આશ્રમથી જ ધરપકડ કરી હતી. જે પછી તેમને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા.
ચિન્મયાનંદ વિરુદ્ધ લોની એક વિદ્યાર્થીનીએ 12 પાનાની ફરિયાદ કરી હતી અને SIT સમક્ષ આપેલા નિવેદનમાં ચોંકાવનારી માહિતી સામે આવી હતી. પીડિતાનું કહેવું હતું કે, ચિન્મયાનંદે બ્લેકમેલ કરી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. પીડિતાનો હોસ્ટેલમાં બાથરુમમાં ન્હાતો વિડીયો બનાવવામાં આવ્યો હતો અને તે વિડીયો વાયરલ કરવાની ધમકી આપી એક વર્ષ સુધી તેની પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. પીડિતાએ ખુલાસો કર્યો હતો કે ચિન્મયાનંદે દુષ્કર્મના વિડીયો પણ બનાવ્યા હતા.

