યુએનની મહાસભા પહેલાં દુનિયાભરમાં હજારો લોકોએ ક્લાઈમેટ ચેન્જ મુદ્દે દેખાવો કર્યા હતા. ક્લાઈમેટ ચેન્જને રોકવા માટે વિશ્વભરના નેતાઓ યોગ્ય પગલાં ભરે તેવી માગણી ઉઠી હતી. ભારત સહિત અમેરિકા, ઓસ્ટ્રેલિયા,જર્મની, બ્રિટન વગેરે દેશોમાં વિદ્યાર્થીઓ રસ્તા ઉપર ઉતરી આવ્યાં હતાં.
સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભા અગાઉ વિશ્વભરમાં યુવાનોએ ક્લાઈમેટ ચેન્જના મુદ્દે વિરોધ પ્રદર્શનો શરૃ કર્યા છે. ઓસ્ટ્રેલિયાના અનેક શહેરોમાં વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યાં હતા અને વિશ્વભરના નેતાઓને ક્લાઈમેટ ચેન્જ બાબતે યોગ્ય પગલાં ભરવાના સૂત્રોચ્ચાર કર્યા હતા. સંયુક્ત રાષ્ટ્રસંઘની મહાસભા ન્યૂયોર્કમાં મળવાની છે અને તેમાં વિશ્વભરના નેતાઓ ઉપસિૃથત રહેશે.
એ બેઠકમાં ક્લાઈમેટ ચેન્જનો મુદ્દો પણ મહત્વનો બની રહેવાનો છે. ત્યારે વિશ્વભરના વિદ્યાર્થીઓએ વિશ્વભરના નેતાઓને એ બેઠકમાં કંઈક યોગ્ય અને અસરકારક પગલાં ભરવાની માગણી કરીને વિરોધ પ્રદર્શનો શરૃ કર્યા છે. બેઠક જેમ જેમ નજીક આવી પહોંચી છે તેમ તેમ વિરોધ પ્રદર્શનો પણ વધ્યા છે.
ભારતમાં દિલ્હીમાં વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શનો કરીને ક્લાઈમેટ ચેન્જ મુદ્દે મહત્વના પગલાં ભરવાની અપીલ કરી હતી. ઓસ્ટ્રેલિયા, ભારત ઉપરાંત અમેરિકામાં ન્યૂયોર્કમાં એક હજાર વિદ્યાર્થીઓએ પ્રદર્શન કર્યું હતું.

