ઈરાનમાં પોતાની કોસ્મેટિક સર્જરી કરાવીને વારંવાર પોતાનો ચહેરો બદલનારી ઈન્સ્ટાગ્રામ સેલિબ્રિટી સહર તબારની ધરપકડ કરી લેવામાં આવી છે.
તસનૂમ ન્યૂઝ એજન્સી મુજબ, સોશિયલ મીડિયા સ્ટાર સહરની તહેરાનની કોર્ટનાં આદેશ બાદ ધરપકડ કરવામાં આવી છે. જે ‘સાંસ્કૃતિક અપરાધો અને સામાજીક-નૈતિક ભ્રષ્ટાચાર’ની નીગરાની કરે છે.
ઈન્સ્ટાગ્રામ સ્ટારની ઉપર નિંદા, હિંસા ભડકાવવાનો આરોપ, અયોગ્ય રીતે કમાણી કરવાનો અને યુવાનોને ભ્રષ્ટ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
સહાર તે સમયે ઇન્સ્ટાગ્રામ પર ચર્ચામાં આવી હતી જ્યારે તેણે તેની પ્લાસ્ટિક સર્જરી પછીની તમામ તસવીરો શેર કરી હતી જેમાં તે એકદમ બદલાયેલી જોવા મળી હતી.
ઈન્સ્ટા પર સહરનાં 26,800 ફોલોઅર્સ છે. તેની દરેક ફોટા અને વીડિયો ઘણા વધારે એડિટેડ હોય છે જેથી તે હોલીવુડ સ્ટાર એન્જેલિના જોલી જેવી દેખાઈ શકે.
તેના એકાઉન્ટ પર શેર કરેલા ફોટામાં તેનો અંદર ઘુસેલો ચહેરો, પાઉટિંગ લિપ્સ અને ખૂબ જ અણીવાળું નાક દેખાય છે. ઘણી વખત, તેના ફોટા જોઈને, વિશ્વાસ આવતો નથી કે આ તેનો અસલી ચહેરો છે.
કેટલીક તસવીરોમાં તે હિજાબ પહેરીને પણ જોવા મળી છે. એક ફોટામાં તેના નાક પર બેન્ડેઈડ બાંધેલી દેખાય છે.
આવા બેન્ડેઈડ તહેરાનમાં નાકની સર્જરી બાદ લગાવવામાં આવે છે. કોસ્મેટિક સર્જરી આ દેશમાં એટલી લોકપ્રિય છે કે હજારો લોકો વર્ષભરમાં ઓપરેશન કરાવે છે. ઈરાનમાં, સોશિયલ મીડિયાના નામે ફક્ત ઇન્સ્ટાગ્રામ જ ચલાવી શકાય છે, ફેસબુક અને ટ્વિટર પર સત્તાવાર પ્રતિબંધ છે.

