ગુજરાત / સૌરાષ્ટ્ર-કચ્છમાં ભૂકંપના હળવા 3 આંચકા, જામનગરથી 29 કિ.મી દૂર ઍપિસેન્ટર

ગુજરાત મુખ્ય સમાચાર

વાવાઝોડાની આગાહી અને વરસાદ વચ્ચે આજે સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં ભૂકંપના હળવા આંચકા નોંધાતા લોકોમાં ફફડાટ ઉભો થયો છે. ગુજરાત સરકારના એક સત્તાવાર એજન્સીના અહેવાલ મુજબ આજે 2 નવેમ્બરના રોજ કચ્છમાં બપોરે 4.48 કલાકે 2.1નો ભૂકંપનો આંચકો આવ્યો હતો. એપી સેન્ટર ભચાઉથી 22 કિમિ દૂર નોંધાયું છે.

કચ્છમાં સવારે 11.12 કલાકે 2.6 નો ભુકંપનો આંચકો નોંધાયો છે. તેનું એપી સેન્ટર ભચાઉથી 23 કિમિ દૂર નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં જામનગરથી 28 કિમિ દૂર એપી સેન્ટર પરથી બપોરે 1.11 કલાકે 2.6ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો. આમ સૌરાષ્ટ્ર કચ્છમાં આજે 3 ભુકંપના હળવા આંચકા આવ્યા છે ક્યાંય નુકશાન ના અહેવાલ નથી.