હવેથી Online ઇશ્યુ થશે PAN, આવકવેરા વિભાગ શરુ કરશે નવી સેવા

દેશ-વિદેશ મુખ્ય સમાચાર

આવક વેરા વિભાગ હવે નવી સેવા શરુ કરવા જઇ રહી છે જેમાં પર્મેનેન્ટ એકાઉન્ટ નંબર (PAN) તાત્કાલિક ઓનલાઇન ઇશ્યુ થશે. આ સિસ્ટમમાં આધાર ડેટાબેસનો ઉપયોગ કરીને PAN ઇશ્યુ કરી દેવામાં આવશે, જેથી અરજીકર્તાઓએ વધારે રાહ ન જોવી પડે.

પ્રાપ્ય માહિતી મુજબ આગામી કેટલાક દિવસોમાં આ સેવા શરુ કરી દેવામાં આવશે. આ સેવાનો લાભ એ લોકો પણ ઉઠાવી શકશે જેમની પાસે પહેલાથી જ PAN છે અને કોઇ કારણોસર તેમને ડુપ્લિકેટ કોપી જોઇએ છે. ડુપ્લિકેટ PAN મેળવવાનું કામ પણ હવે ગણતરીના સમયમાં થશે. યોજના સાથે જોડાયેલા એક અધિકારી મુજબ ePAN સર્વિસ તદન મફત રહેશે. 

ePAN માટે અરજીકર્તાઓએ તેમનો આધાર નંબર જણાવવાનો રહેશે અને OTP થકી વેરિફિકેશન કરી શકશે. જો કે સરળતાની બાબત એ છે કે, આધારમાં અરજીકર્તાની તમામ માહિતી જોડાયેલી હોવાથી ઇપેન દરમિયાન અરજીકર્તાએ અન્ય દસ્તાવેજો અપલોડ કરવાની જરુર નહીં પડે.

અધિકારી મુજબ PAN જનરેટ થયા પછી અરજીકર્તાએ ડિજીટલ સહી સાથે ePAN ઇશ્યુ કરવામાં આવશે, જેમાં QR કોડ હશે. 

જાણકારી મુજબ પાયલય પ્રોજેક્ટ હેઠળ આઠ દિવસ દરમિયાન 62 હજાર ePAN ઇશ્યુ કરવામાં આવ્યા હતા. હવે આ સેવા સમગ્ર દેશમાં લાગૂ કરવામાં આવશે અને ટૂંક જ સમયમાં તમામ ટેક્સપેયર્સ માટે સેવા ઉપલબ્ધ થશે. અધિકારી મુજબ આ પગલુ ટેક્સ સર્વિસિસના ડિજીટલાઇઝેશન પ્રોસેસનો એક ભાગ છે અને તેનો મુખ્ય હેતુ લોકોને કોઇપણ ઓફિસમાં ગયા વગર જ PAN ઇશ્યુ કરવાનો છે.