પશ્ચિમ બંગાળમાં સ્વાસ્થ્ય સેવા કોમામાં, દિલ્હી AIIMSના ડોક્ટર્સેનું મમતાને બે દિવસનું અલ્ટિમેટમ

પશ્ચિમ બંગાળમાં બે જૂનિયર ડોક્ટર્સ પર થયેલા હિંસક હુમલા બાદ છંછેડાયેલું આંદોલન સતત ભડકી રહ્યું છે. શુક્રવારથી બંગાળ સિવાયના રાજ્યોના ડોક્ટર્સે પણ આ મામલાને સમર્થન આપ્યું છે. દિલ્હી, મુંબઈ સહિતના તમામ શહેરોમાં મોટી-મોટી હોસ્પિટલ્સ પર આની માઠી અસર પડી છે. બંગાળમાં અત્યારસુધીમાં 700 જેટલા ડોક્ટર્સ પોતાનું રાજીનામું આપી ચૂક્યા છે, જેમાં કોલકાતાના એસએસકેએમ હોસ્પિટલમાંથી 175થી […]

Continue Reading

રાજસ્થાન સરકારે પાઠ્યપુસ્તકોમાં પરિવર્તન કર્યું, સાવરકર હવે ‘વીર’ નહીં

દેશભરમાં શિક્ષણનું ‘મોદીફિકેશન’ થઈ રહ્યું હોવાનો આક્ષેપ કરતી કોંગ્રેસ પોતાનું જ્યાં શાસન છે ત્યાં કહેવાતા સુધારા લાગુ કરવા માંડ્યા છે. રાજસ્થાન સરકારે ઉચ્ચતર માધ્યમિકના પાઠ્યપુસ્તકોમાં સાવરકરના નામ આગળ ‘વીર’નું વિશેષણ હટાવીને નવા સુધારા અમલી બનાવ્યા છે. આ ઉપરાંત, અગાઉની ભાજપશાસિત સરકારે નોટબંધી વિશે દાખલ કરેલ પ્રકરણનો પણ છેદ ઊડાડી દીધો છે. અગાઉની ભાજપ સરકારનું શિક્ષણઃ […]

Continue Reading

ઝારખંડના સરાયકેલામાં માઓવાદીએ કર્યો હુમલો, 5 પોલીસ જવાન શહીદ, હથિયાર પણ લૂંટી લેવામાં આવ્યાં

ઝારખંડના સરાયકેલામાં માઓવાદીએ હુમલો કર્યો છે. આ હુમલામાં 5 પોલીસ જવાન શહીદ થયા છે. સ્થળ પર રાહત બચાવ કાર્ય શરુ છે. માઓવાદીઓએ હુમલો ત્યારે કર્યો હતો જયારે પોલીસ જવાન પેટ્રોલિંગ માટે નીકળ્યાં હતાં.માઓવાદીઓએ હથિયાર પણ લૂંટી લીધા હતા. સરાયકેલામાં ચાલી રહેલા એક મેળામાં આતંકવાદીઓ પેટ્રોલિંગ પર નીકળ્યાં હતા. માઓવાદીઓએ તેમના પર ઘાત જોઈને હુમલો કર્યો […]

Continue Reading

સચિને ઓસ્ટ્રેલિયન બેટ ઉત્પાદક સામે 30 લાખ ડોલરનો દાવો માંડ્યો

ક્રિકેટનો પર્યાય ગણાતા સચિન તેંડુલકરે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બેટ ઉત્પાદક કંપની સ્પાર્ટન સ્પોર્ટ્સ સામે 30 લાખ અમેરિકી ડોલર (આશરે 21 કરોડ રૂપિયા)નો દાવો માંડ્યો છે. સિડની સ્થિત સ્પાર્ટન સ્પોર્ટસે 2016માં સચિન તેંડુલકર સાથે કરાર કર્યો હતો. એક્સ્લુઝિવ કરાર અંતર્ગત કંપનીએ તેની વિવિધ પ્રોડક્ટ્સ પર માસ્ટર બ્લાસ્ટરનું નામ અને તેની છબિનો ઉપયોગ કરવાનો હતો. કંપની દ્વારા કરાર […]

Continue Reading

વાવાઝોડાએ ફરીથી બદલી દિશા,ગુજરાતમાં ફરીથી આવવાની સંભાવના

અરબી સમુદ્રમાંથી આવેલા ‘વાયુ’ વાવાઝોડાએ ફરીએક વાર દિશા બદલી છે અને ગુજરાત પર સંકટ ફરી એકવાર ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડુ ત્રાટકી શકે છે. દિલ્હીના દિલ્હી પૃથ્વી અને પર્યાવરણ મંત્રાલય જાણકારી આપી છે, કે અરબી સમુદ્રમાં શરૂ થયેલા વાવાઝોડું ફરીવાર ગુજરાતના પોરબંદર અને દ્વારકા પર ટકરાઇ શકે છે. આગામી 17 અને 18 તારીખે કચ્છના દરિયાકિનારે વાયુ […]

Continue Reading

ડોક્ટરોએ હડતાળ પાછી ખેંચવા મમતાની માફી સહિતની 6 શરતો મુકી

કોલકાતામાં ડોક્ટરો પર ટોળાએ કરેલા હુમલા બાદ ચાર દિવસથી હડતાળ પર ઉતરેલા ડોકટરોએ કામ પર પાછા ફરવા માટે 6 શરતો મુકી છે. જુનિયર ડોક્ટર ફોરમના પ્રવક્તા અરિંદમ દત્તાએ કહ્યુ હતુ કે, જે રીતે સીએમ દ્વારા ડોક્ટરો સાથે વાત કરવામાં આવી છે તે યોગ્ય નથી. સીએમ મમતા બેનરજીએ ઘાયલ ડોક્ટરોને મળવુ પડશે અને હુમલાને વખોડવો પડશે. ડોક્ટરોએ હુમલાખોરો […]

Continue Reading

મમતાની ધમકી, પશ્ચિમ બંગાળમાં રહેવુ હશે તો બંગાળી ભાષા બોલવી પડશે

ડોક્ટરોએ પશ્ચિમ બંગાળમાં શરુ કરેલી હડતાળના કારણે ઘેરાઈ ગયેલા મુખ્યમંત્રી મમતા બેનરજીએ શુક્રવારે વિપક્ષ પર હુમલો કરતા કહ્યુ હતુ કે, જો બંગાળમાં રહેવુ હશે તો બાંગ્લા ભાષા બોલવી પડશે. હું એવા ગુનેગારોને સહન નહી કરુ જે બાઈક પર ફરીને આતંક ફેલાવી રહ્યા છે. મમતાએ કહ્યુ હતુ કે, હું પશ્ચિમ બંગાળને ગુજરાત નહીં બનવા દઉં. આપણે […]

Continue Reading

મેચ રદ થતા ટીમ ઇન્ડિયાને મોટું નુકસાન, ન્યૂઝીલેન્ડને ફાયદો

આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ થઈ છે. દિવસભર થયેલા વરસાદના કારણે મેદાન રમવા લાયક રહ્યું ન હતું. જેથી ભારતીય સમય પ્રમાણે સાંજે 7.30 કલાકે મેચ રદ કરી દીધી હતી. મેચ રદ થતા બંને ટીમને 1-1 પોઇન્ટ મળ્યા છે. ન્યૂઝીલેન્ડ 4 મેચમાં 7 પોઇન્ટ સાથે ટોચના સ્થાને છે. […]

Continue Reading

પાકિસ્તાન આતંકવાદનો સફાયો ન કરે ત્યાં સુધી વાતચીત નહીં : મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી કિર્ગિસ્તાનમાં શરૂ થયેલી શાંઘાઇ સમિટમાં ભાગ લેવા માટે પહોંચી ગયા હતા. સમિટના પહેલા દિવસે નરેન્દ્ર મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગની સાથે બેઠક યોજી હતી. જેમાં પાકિસ્તાન સાથેના સંબંધોની વાત પણ મોદીએ કરી હતી. મોદીએ જિનપિંગને કહ્યું હતું કે બન્ને દેશો વચ્ચે વાતચીત થાય તેવું પાકિસ્તાન વાતાવરણ જ ન બનાવી શક્યું. ચીન […]

Continue Reading

અફઘાનિસ્તાનમાં પોલીસચોકી પર આત્મઘાતી હુમલોઃ 11ના મૃત્યુ

અફઘાનિસ્તાનમાં થયેલા એક આત્મઘાતી હુમલામાં 11 જણા માર્યા ગયા છે અને 13 જણા ઇજાગ્રસ્ત થયા છે. આ હુમલો અફઘાનિસ્તાનના પૂર્વીય નાંગરહાર પ્રાંતની રાજધાની જલાલાબાદમાં થયો. હુમલાખોરે અહીંયાની એક પોલીસ ચોકી પાસે પોતાને ઉડાવી દીધો. પ્રાંતના ગવર્નરના પ્રવક્તા અતાહુલ્લાહ ખોગયાનીના જણાવ્યા અનુસાર આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટની અફઘાન શાખાએ હુમલાની જવાબદારી લીધી છે. તેમણે હુમલા અંગે જાણકારી […]

Continue Reading