રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડુતો ચિંતાતુર, પાક પલળી જતા મોટુ નુકશાન

રાજ્યનાં વિવિધ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગત મોડી રાત્રીએ ગાજવીજ સાથે કમોસમી વરસાદે આગમન કર્યું. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે કારણકે તેમનો ઉભો પાક પણ પલળી ગયો છે. લોકડાઉનને કારણે તેમણે સંગ્રહ કરેલું અનાજ પણ વેચાઈ નથી રહ્યું. જેથી ખેડૂતોની પણ માગ […]

Continue Reading

ગઈકાલના તમામ 11 રિપોર્ટ નેગેટિવ, છેલ્લા 12 કલાકમાં ગુજરાતમાં કોરોનાનો એક પણ નવો કેસ નહીં: ડૉ.જયંતિ રવિ

ગુજરાતમાં કોરોનાને કારણે મોતનો આંકડો ત્રણ પર પહોંચ્યો છે, જ્યારે આખાં રાજ્યમાં કુલ 44 લોકો કોરોનાનો ભોગ બન્યાં છે. જો કે આજે ગુજરાત માટે થોડા રાહતના સમાચાર આવ્યા છે.રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં એકપણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. ગઈકાલે 11 વ્યક્તિઓના નમુના ટેસ્ટ કરવામાં આવ્યા હતા,જે તમામ નેગેટિવ આવ્યા છે. મૃત્યુ પામેલા ત્રણેય દર્દી મોટી વયના […]

Continue Reading

રાજકોટમાં સ્થાનિક યુવક બન્યો કોરોના પોઝિટિવ, કુલ સંખ્યા થઈ પાંચ: જાણો કેવી રીતે લાગ્યો ચેપ?

રાજકોટ શહેરમાં કોરોના વાઇરસ COVID19નો વધુ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જેના પગલે શહેરમાં ઘેરી ચિંતાની લાગણી પ્રસરી છે. આ સાથે શહેરમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, દુબઈથી આવેલા યુવકને કોરોના પોઝિટવ આવ્યો છે અને આ યુવકના સંપર્કમાં આવ્યો હોવાથી રાજકોટનો 37 વર્ષીય યુવક પણ કોરોનાથી સંક્રમિત બનીને પોઝિટિવ […]

Continue Reading

રાજકોટ સિવિલની વધુ એક બેદરકારી: અન્ય દર્દીઓની સાથે જ થતો’તો કોરોના શંકાસ્પદ દર્દીનો એકસ રે

સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં દરરોજ બેથી ત્રણ હજાર દર્દીઓની અવર જવર રહેતી હોય છે તો ઓર્થોપેડીક સહિતના 50 કરતાં પણ વધારે દર્દીઓ અહીં એકસ રે માટે આવતાં હોય છે. હાલમાં સમગ્ર દેશમાં કોરોના વાયરસે દહેશત મચાવી છે ત્યારે અહીં સિવિલ હોસ્પિટલના કંપાઉન્ડમાં જ આવેલી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં આઈસોલેશન વોર્ડમાં શરૂ કરવામાં આવ્યો છે. જો […]

Continue Reading

કોરોના ચેપઃ ગુજરાતમાં ચાર નવા કેસ સાથે કુલ 33 પોઝિટિવ કેસ

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં વધારો થયો છે. મંગળવારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિએ આપેલી માહિતી મુજબ સુરતમાં બે તેમજ ગાંધીનગરમાં બે નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ ગુજરાતમાં કુલ 33 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્ય સરકારે 23મી માર્ચના મધરાતથી 31મી સુધી સંપૂર્ણ રાજ્યમાં લોકડાઉનના આદેશ આપી દીધા છે. દવાઓ, આરોગ્ય […]

Continue Reading

અમદાવાદમાં કેસિઝની સંખ્યા થઇ 13, મ્યુનિસિપલ કમિશનરે જનતાને કરી તાકીદ

તાજેતરમાં જ આવેલા સમાચાર અનુસાર અમદાવાદ જિલ્લામાં ટોટલ પોઝિટિવ કેસિઝની સંખ્યા 13 થઇ છે જ્યારે અમદાવાદ શહેરમાં આ આંકડો 12 છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશન વિજય નેહરાએ હમણાં જ કરેલી જાહેરાત અનુસાર 12 કેસિઝમાં એક વ્યક્તિ અમદાવાદની નથી પરંતું તે દુબઇથી અમદાવાદ આવીને જયપુર જવાની હતી. તે શખ્સની એરપોર્ટ પર તપાસ થતાં અને બાદમાં હૉસ્પિટલમાં ટેસ્ટ […]

Continue Reading

કોરોના વાયરસ / લોકસભા અનિશ્ચતકાળ માટે સ્થગિત પણ ગુજરાત વિધાનસભાનું સત્ર ટૂંકાવવા હજુય વિચારણા

ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર હાલમાં કાર્યરત છે, જે ટૂંકાવાય તેવી સંભાવના છે. કોરોના વાઇરસના વધતા જતા કેસના કારણે વિધાનસભાગૃહને આ કદમ ઉઠાવવાની ફરજ પડી શકે છે, પરંતુ હવે મુખ્યપ્રધાન વિજય રૂપાણી કેબિનેટના પ્રધાનો, તેમજ વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા કરી આજે નિર્ણય લેશે તેવું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળે છે. ગુજરાતમાં કોરોનાને કહેર યથાવત ગુજરાત વિધાનસભાનું […]

Continue Reading

ટોરન્ટોથી અમદાવાદ આવનારા અભિમન્યુ વિરૂદ્ધ FIR નોંધાઈ

વિશ્વભરમાં કાળ બનીને કેર વર્તાવી રહેલા કોરોના વાયરસે હવે ગુજરાતમાં પણ પગપેસારો કરી લીધો છે. કોરોનાના પ્રવેશ માટે મહદ્અંશે તંત્રનો લાપરવાહ અભિગમ પણ જવાબદાર છે. શનિવારે પરોઢે ટોરન્ટોથી અમદાવાદ આવનારા અભિમન્યુએ સ્ક્રીનિંગની પોલ ઉઘાડી પાડતા ટ્વિટ કરી હતી કે, ‘હું આજે સવારે 3 વાગે ટોરન્ટોથી અમદાવાદ પરત ફર્યો છું. આ ટ્વીટ કરનાર અભિમન્યુ વિરૂદ્ધ એફઆઈઆર […]

Continue Reading

કોરોના સામે જંગ: ગુજરાતમાં જનતા કર્ફ્યૂને પ્રચંડ પ્રતિસાદ

કોરોના સામે દેશમાં યુદ્ધના ધોરણે પગલાં લેવામાં આવી રહ્યા છે. 22 માર્ચને રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનતા કર્ફ્યૂ પાળવા અપીલ કરી છે જેની સામે દેશ સહિત ગુજરાતભરમાં લોકોનો પ્રચંડ પ્રતિસાદ મળી રહ્યો છે. અમદાવાદના મુખ્ય બજારો જેમ કે લાલ દરવાજા, ત્રણ દરવાજા, રીલિફ રોડ, એસજી હાઈવે સહિતના રસ્તાઓ પર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો સિવાય અન્ય કોઈપણ […]

Continue Reading

ક્વોરન્ટાઈનના જાહેરનામાના ભંગનો પ્રથમ ગુન્હો અમદાવાદમાં, સિંગાપોરથી આવેલ વ્યક્તિ બેસણામાં પહોંચી

જીવલેણ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સરકાર દ્વારા કડક પગલાં ભરવામાં આવી રહ્યા છે ત્યારે નિયમોનું પાલન નહીં કરવા બદલ ગુન્હો નોંધાયાનો પ્રથમ કેસ સામે આવ્યો છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા સચીન પટેલને સિંગાપોરથી આવ્યા બાદ ૧૪ દિવસ સુધી હોમ ક્વોરન્ટાઇનમાં રહેવા આદેશો આપવામાં આવ્યા હતા પરંતુ આજે તેઓ બેસણામાં ગયા હતા. જેથી પોલીસે તેમને […]

Continue Reading