ઈરફાન ખાનનું નિધન; ટ્યૂમર તથા આંતરડાનું ઈન્ફેક્શન હતું, ચાર દિવસ પહેલાં જ જયપુરમાં માતાનું અવસાન થયું હતું

ઈરફાન ખાનનું 54 વર્ષની ઉંમરમાં મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં નિધન થયું છે. 28 એપ્રિલે ન્યૂઝ આવ્યા હતાં કે તેમને કોલન ઈન્ફેક્શન થતાં એડમિટ કરવામાં આવ્યા છે. ઈરફાનની માતાનું હાલમાં જ એટલે કે 25 એપ્રિલે નિધન થયું હતું. માતાના નિધનના ચાર દિવસ બાદ જ ઈરફાનનું નિધન થયું હતું  વર્સોવા સ્થિત કબ્રસ્તાનમાં સુપુર્દ-એ-ખાક થયા ઈરફાન ખાનનું […]

Continue Reading

31,693 કેસ, મૃત્યુઆંક-1010: સરકારે કહ્યું- ફસાયેલા મજૂર, પર્યટક, વિદ્યાર્થીઓ તેમના ઘરે જઈ શકે છે, રાજ્ય સરકારો વ્યવસ્થા કરે

દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 31 હજાર 693 થઈ ગઈ છે. બુધવારે મધ્ય પ્રદેશમાં 94, આંધ્ર પ્રદેશમાં 73, રાજસ્થાનમાં 29,પશ્વિમ બંગાળમાં 28, રાજસ્થાનમાં 19 અને ઓરિસ્સામાં 1 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા મંગળવારે કોરોના સંક્રમણના એક દિવસમાં સૌથી વધારે 1902 કેસ આવ્યા હતા. અત્યાર સુધી 7747 દર્દી એટલે કે લગભગ 25% દર્દી સાજા થયા છે. […]

Continue Reading

ઉ.કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનને લઈ આવ્યા વધુ એક મોટા સમાચાર

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનના સ્વાસ્થ્યને લઈ અટકળોનો માહોલ યથાવત છે. ત્યારે તાજેતરમાં ઉત્તર કોરિયાના પ્રમુખ બળવાખોરે એવો દાવો કર્યો છે કે તાનાશાહ કિમ જોંગ ઉનની સ્થિતિ અત્યંત નાજુક છે અને તેઓ પોતાના પગે ઉભા રહેવામાં પણ અસમર્થ છે. જ્યારે આ પહેલા એવા સમાચાર આવ્યા હતા કે કિમ જોંગ ઉન કોમામાં જતા રહ્યા છે. […]

Continue Reading

2.11 લાખ મોત: ટ્રમ્પે કહ્યું- મહામારીને લઈને ચીન ઉપર ગંભીર તપાસ કરી રહ્યા છીએ, દોષી સાબિત થશે તો દંડ પણ થશે

વિશ્વભરમાં કોરોનાના 30.65 લાખ કસ નોંધાય ચૂક્યા છે. અત્યાર સુધીમાં 2 લાખ 11 હજાર 607 લોકોએ જીવ ગુમાવ્યા છે. 9.22 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. ઈઝરાયલમાં ત્રણ મેથી સ્કૂલો ખૂલશે. ચીન કરતા રશિયામાં પોઝિટિવ કેસ વધી ગયા છે. ટ્રમ્પે કહ્યું છે કે મહામારીને લઈને ચીન ઉપર ગંભીર તપાસ કરી રહ્યા છીએ, જો […]

Continue Reading

ભારતમાં 26 જુલાઇ સુધીમાં કોરોનાનો અંત આવે તેવી શક્યતા : રિસર્ચ

વિશ્વભરના દેશોમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઇ રહ્યું છે. કોરોના સંક્રમણને અટકાવવા માટે દુનિયાભરના કેટલાય દેશમાં લોકડાઉન કરી દેવામાં આવ્યું છે અને વૈજ્ઞાનિક દિવસ રાત એક કરીન કોરોનાને હરાવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. સિંગાપુર યૂનિવર્સિટી ઑફ ટેક્નોલોજીના સંશોધનકારોએ દાવો કર્યો છે કે 9 ડિસેમ્બર સુધીમાં દુનિયાભરમાં કોરોના ખતમ થઇ શકે છે. ભારત વિશે અંદાજો […]

Continue Reading

ઓક્સફર્ડ યુનિવર્સિટી બનાવી રહી છે Coronaની વેક્સીન, સફળતા મળી તો ઓક્ટોબર સુધી ભારતમાં પણ મળશે

વેક્સીન બનાવનારી કંપની સેરમ ઇન્સ્ટીટયૂટ ઓફ ઈન્ડિયા (Serum Institute of India)એ કહ્યું છે કે ઓફ્સફર્ડ યુનિવર્સિટી (Oxford University) દ્વારા વિકસિત કોવિડ-19 વેક્સીન (COVID-19 Vaccine)નું તેઓ બે-ત્રણ સપ્તાહમાં પ્રોડક્શન શરૂ કરી દેશે. જો આ વેક્સીનનું માનવ પરીક્ષણ સફળ રહ્યું તો ઓક્ટોબર સુધી વેક્સીન બજારમાં આવી જવાની આશા છે. પુણે સ્થિત કંપની સેરમ ઇન્સ્ટટ્યૂટ ઓફ ઈન્ડિયા એ […]

Continue Reading

કોરોના વાઇરસ : ન્યૂઝીલૅન્ડે લૉકડાઉનમાં ઢીલ આપવાની શરૂઆત કરી

કોરોના વાઇરસને લીધે અત્યાર સુધી વિશ્વમાં 30 લાખથી વધુ લોકો ચેપગ્રસ્ત થઈ ગયા છે. જૉન હૉપકિન્સ યુનિવર્સિટી અનુસાર વિશ્વભરમાં અત્યાર સુધી કુલ ચેપગ્રસ્તોની સંખ્યા 30 લાખ, 41 હજાર, 550 થઈ ગઈ છે. અત્યાર સુધી 2.11,159 લોકોનો જીવ ગયો છે. મરનારા લોકોની સંખ્યા હજુ વધારે હોઈ શકે. કારણ કે કેટલાય દેશોમાં સંબંધિત મામલાઓની અધિકૃત જાણકારી નથી […]

Continue Reading

અત્યાર સુધીમાં લગભગ 30 લાખ સંક્રમિત, 2 લાખ મોત: ઈરાનમાં જે જગ્યાએ સંક્રમણ ઘટ્યું છે, ત્યાં મસ્જિદો ખોલવામાં આવશે

વિશ્વમાં કોરોનાવાઈરસથી અત્યાર સુધીમાં બે લાખ છ હજાર 990 લોકોના મોત થયા છે. 29 લાખ 94 હજાર 731 સંક્રમિત છે, જ્યારે આઠ લાખ 78 હજાર 792 લોકો સાજા થઈ ચૂક્યા છે. ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ રવિવારે કહ્યું કે દેશના જે વિસ્તારમાં સંક્રમણના કેસ ઘટ્યા છે, ત્યાં મસ્જિદો ખોલવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. અહીં […]

Continue Reading

પ્લાઝમા થેરાપીનો ટ્રાયલ સફળ રહ્યો, દેશમાં થેરાપીથી સ્વસ્થ થનાર પહેલો દર્દી

કોરોના સંક્રમિત વ્યક્તિઓને પ્લાઝમા થેરાપીથી ઠીક કરવાની ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે દિલ્હીના મેક્સ હૉસ્પિટલમાં 4 એપ્રિલથી સારવાર લઇ રહેલા 49 વર્ષીય દર્દી પ્લાઝમા થેરાપી બાદ સ્વસ્થ થઇ ગયા છે અને તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. પ્લાઝમા થેરાપીથી સારવાર લઇને ઠીક થનાર આ દેશનો પ્રથમ દર્દી છે. મેક્સ હૉસ્પિટલના ડૉક્ટરે જણાવ્યું છે કે દર્દી […]

Continue Reading

લોકડાઉન અંગે નિર્ણય લેવા PM મોદી અને મુખ્યમંત્રીઓ વચ્ચે બેઠક યોજાઈ

લોકડાઉનનો બીજો તબક્કો પૂરા થવાના છ દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કૉન્ફરન્સ મારફતે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા શરૂ કરી દીધી છે. કોરોના સંકટ અને લૉકડાઉન વચ્ચે વડાપ્રધાન મોદી ચોથીવાર મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરી રહ્યા છે. વીડિયો કૉન્ફરન્સમાં લોકડાઉન વધારવા વિશે, લોકડાઉન ખતમ કર્યા બાદની યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રીઓ દ્વારા […]

Continue Reading