EDએ જમ્મૂ કાશ્મીરમાં આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરતા તેમની 6 સંપત્તિઓ જપ્ત કરવા માટે કહ્યું છે. તપાસ એજન્સીએ ગુરુવારના રોજ કહ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદી અને વૈશ્વિક રૂપથી પ્રતિબંધિત એવું ગ્રુપ હિજબુલ મુજાહિદ્દીનના પ્રમુખ સૈયદ સલાઉદ્દીન સામે આતંકી ફંડિંગ મામલે આતંકવાદીઓ સંબંધિત છ સંપત્તિઓ પોતાના કબ્જે કરવામાં આવી છે. ઇડીએ આ વર્ષે માર્ચમાં પીએમએલએ અંતર્ગત 13 એવી સંપત્તિઓ જપ્ત કરી હતી. ઇડીએ કહ્યું હતું કે સંપત્તિઓ ત્રણ જિલ્લામાં અનંતનાગ,બાંદીપોરા અને બારામુલામાં સ્થિત છે.
આ સંપત્તિઓ હિજબુલ મુજાહિદ્દીનના આતંકવાદી શફી શાહ,તાલિબ લાલી,ગાજી નબી ખાન, જાફર હુસૈન ભટ્ટ,અબ્દુલ મજીફ સોફી,નજીર, અહમદ ડાર અને મંજુર અહમદ ડારના નામે હોવાની ચર્ચા ચાલી રહી છે. ઇડીએ કહ્યું હતું, તેર સંપત્તિઓની કિંમત 1.22 કરોડ રૂપિયા છે અને જે લોકોએ રાખી હતી, તેમને કથિત રૂપે આતંકી સંગઠન માટે કામ કર્યું હતું. અધિકારીએ કહયું હતું કે બાકીની સંપત્તિઓ પર પણ જલ્દી જ કબ્જો લેવામાં આવશે.
સંઘીય તપાસ એજન્સીએ આ મામલે સલાઉદ્દીન,શાહ અને અન્ય સામે UAPA અને આઇપીસી સંબંધિત કલમો અંતર્ગત રાષ્ટ્રીય તપાસ એજન્સીની ચાર્જશીટની નોંધ લઈને મની લોન્ડરિંગનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી.

