અધીર રંજન ચૌધરીનો નાણામંત્રી પર વ્યક્તિગત પ્રહાર, ગણાવ્યા નિર્બલા

મુખ્ય સમાચાર રાજકીય
વડાપ્રધાન મોદી અને અમિત શાહને ઘુસણખોર ગણાવવાના અધીર રંજન ચૌધરીના નિવેદન પર હોબાળો હજુ શાંત થયો નથી ત્યાં તેમણે વધુ એક વિવાદિત નિવેદન આપી દીધું છે. લોકસભામાં કોર્પોરેટ ટેક્સ કાપ પર ચર્ચા દરમિયાન અધિર રંજન ચૌધરીએ નાણાંમંત્રી નિર્મલા સિતારમણને નિર્બલા ગણાવ્યા છે.
લોકસભામાં કોંગ્રેસ સંસદીય દળના નેતા અધિર રંજન ચૌધરીએ કોર્પોરેટ ટેક્સમાં કાપનો વિરોધ અને તેનાથી થતાં નુંકસાન ગણાવી રહ્યાં હતા. તે દરમિયાન તેમણે કહ્યું કે, અમે તમારું સમ્માન કરીએ છીએ પરંતુ ક્યારેક-ક્યારેક મારે તમને નિર્મલા સિતારમણની જગ્યાએ નિર્બલા સિતારમણ કહેવાનું મન થાય છે. કારણ કે તમે મંત્રી પદ પર તો છો પરંતું જે તમારા મનમાં છે તે કહી પણ નથી શકતા.
નોંધનીય છે કે, એક દિવસ પહેલાં જ અધીર રંજન ચૌધરીએ NRCનો વિરોધ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ઘુસણખોર ગણાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે, તેઓ ગુજરાતથી આવીને દિલ્હીમાં વસી ગયા છે. જેના પર હોબાળો થયો હતો.