ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે રાજ્યસભામાં સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રૂપ (એસપીજી) બિલ વિશે નિવેદન આપ્યું હતું. શાહે કહ્યું હતું કે, આ બિલમાં અમે પાંચમું સંશોધન કર્યું છે અને તે ગાંધી પરિવારને ધ્યાનમાં રાખીને નથી કરવામાં આવ્યું. હા, આ પહેલાં 4 સુધારા કરવામાં આવ્યા હતા…તે ખરેખર એક પરિવારને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હતા. વિવાદો અને હોબાળા પછી અંતે આજે લોકસભા અને રાજ્યસભામાં એસપીજી બિલ પાસ કરી દેવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકારે ગયા મહિને ગાંધી પરિવારની એસપીજી સુરક્ષા પરત લેવાનો નિર્ણય કર્યો હતો. હવે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રાની સુરક્ષા વ્યવસ્થા સીઆરપીએફને સોંપી દેવામાં આવી છે.
એસપીજી બિલ અને ગાંધી પરિવાર વિશે શું કહ્યું અમિત શાહે
અમિત શાહે રાજ્ય સભામાં કહ્યું કે, હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે, બિલ ગાંધી પરિવારને ધ્યાનમાં રાખીને આ બિલ લાવવામાં નથી આવ્યું. આ બિલ સાથે ગાંધી પરિવારને કોઈ લેવા દેવા નથી. હું ચોક્સ કહેવા માંગીશ કે, પાછળના અમુક પરિવર્તન એક પરિવારને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યા હતા. અશોક સિંઘલને એસપીજી સુરક્ષા આપવામાં નહતી આવી. એક સમયે તેમન પણ જોખમ હતું. પીએમ સ્ટેટ ઓફ હેડ હોય છે તેથી તેમને સુરક્ષાની જરૂર હોય છે.
અમિત શાહે કહ્યું- અમે સમાનતામાં માનીયે છીએ. આ દેશમાં માત્ર ગાંધી પરિવારની સુરક્ષા જ એક મુદ્દો નથી. આ પહેલાં પૂર્વ પીએમ ચંદ્રશેખર રાવની સુરક્ષા હટાવી દેવામાં આવી છે. વીપી સિંહની સુરક્ષા હટાવી દેવામાં આવી છે. કોંગ્રેસના જ નરસિંહા રોવની સુરક્ષા હટાવી દેવામાં આવી છે. મનમોહન સિંહની સુરક્ષા ઝેડ પ્લસ કરી દેવામાં આવી છે. ત્યારે કોંગ્રેસમાંથી કોઈએ હોબાળો નહતો કર્યો. અમે પરિવારનો વિરોધ નથી કરતા, પરિવારવાદનો વિરોધ કરીયે છીએ. જ્યાં સુધી શ્વાસ લઈએ છીયે ત્યાં સુધી પરિવાર વાદનો વિરોધ કરતાં રહીશું.
અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીના ઘરે એક ઘટના થઈ હતી. એક સુચના મળી કે, રાહુલ ગાંધી ઘરે મળવા આવી રહ્યા છે. અને રાહુલ ગાંધી, રોબર્ટ વાડ્રા અને સોનિયા ગાંધી જ્યારે તેમના ઘરે પહોંચ્યા ત્યારે તેમની કોઈ તપાસ નહતી થતી. કાળા રંગની એક સફારી પ્રિયંકા ગાંધીના ઘરે પહોંચી. પરંતુ આ ગાડીમાં કોંગ્રેસી એક નેતા હતી. જે સમયે રાહુલ ગાંધી આવવાના હતા તે સમયે જ તે મહિલા નેતા પહોંચી. આ એક અચાનક બનેલી ઘટના હતી. અંતે આ મામલે ત્રણ સુરક્ષા કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા. ઉચ્ચસ્તરિય તપાસનો આદેશ પણ આપવામાં આવ્યા હતા.
કોંગ્રેસ અને અન્ય વિપક્ષએ મંગળવારે ડુંગળીની વધતી કિંમતો, અર્થવ્યવસ્થા અને બેરોજગારીના મુદ્દે લોકસભામાં હોબાળો કર્યો હતો. ભાજપે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરી પાસે વડાપ્રધાન નરેન્દ્ર, ગૃહ મંત્રી અમિત શાહ અને નાણામંત્રી નિર્મલા સીતારામણ પર સોમવારે કરેલી ટિપ્પણી અંગે માફીની માંગ કરી હતી.
ભાજપ સાંસદ પૂનમ મહાજને કહ્યું કે, ગઈકાલે તમામ સભ્યો તેલંગાણામાં ડોક્ટરની હત્યા અને દુષ્કર્મની ઘટનાઓ અંગે એક સાથે હતા, પણ થોડી વાર પછી જેમનું નામ ધીર છે, એવા અધીર રંજનજીનું ધૈર્યનો બંધ તૂટ્યો હતો. તેમણે સીતારામણ પર ટિપ્પણી કરી હતી, એ ખોટું કર્યું હતું. પૂનમે કહ્યું કે, નિર્બળ તો તમે છો દાદા(અધીર રંજન)કે એક જ પરિવારની મહિલા માટે તમે ઊભા છો અને તેના સન્માન અને સુરક્ષા માટે લડી રહ્યા છો. જો કે, અધીર રંજન ચૌધરીએ નિર્મલા સીતારામણને નિર્બળા કહ્યા હતા.
ડુંગળીના વધતા ભાવ અંગે સંસદમાં હોબાળો
કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ સીધું પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, દેશમાં ડુંગળીની કિંમત વધતી જઈ રહી છે. દેશના ઘણા શહેરોમાં ડુંગળીના રૂપિયા 100ને પાર થઈ ગયા છે. પીએમ કહે છે કે તેઓ પોતે ડુંગળી નથી ખાત અને ખાવા પણ નહીં દે. અધીર રંજને કહ્યું કે અમે એનું નહીં કહીએ કે પીએમ મોદી ખાઈ જાય છે. પણ વચેટીયાઓ ખાઈ જાય છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજ્યસભામાં સ્પેશ્યલ પ્રોટેક્શન ગ્રુપ સુધારણા બિલ રજુ કર્યું હતું. આ બિલ લોકસભામાં પાસ થઈ ચુક્યું છે પણ ઉપલા ગૃહમાં પાસ થવાનું હજું બાકી છે. કેન્દ્ર સરકારે SPG બિલમાં ફેરફાર કર્યા છે. કોંગ્રેસ પાર્ટી આ ફેરફારનો વિરોધ કરી રહી છે, આ બિલ માટે તેમને ગૃહમાં મોટો હોબાળો પણ કર્યો હતો.
લોકસભામાં ગૃહ મંત્રી અમિત શાહને સવાલ કરાયો કે, તમે દુષ્કર્મના આરોપીઓને કડક સજા આપવાની વાત કરો છો પણ તમે બેઅંત સિંહના હત્યારા બલવંત સિંહની ફાંસી માફ કરી દીધી છે. તેના જવાબમાં તેમણે કહ્યું કે, મીડિયા રિપોર્ટ્સ પર ધ્યાન ન આપો ફાંસીની સજાને માફ કરાઈ નથી.
લોકસભામાં અમિત શાહે જ્યારે આ બિલને રજુ કર્યું ત્યારે ઘણો વિવાદ સર્જાયો હતો. અમિત શાહે બિલ રજુ કર્યા બાદ કોંગ્રેસ પાર્ટી તરફથી મનીષ તિવારીએ આ બિલ પર તેમની વાત મુકી હતી અને ગાંધી પરિવારની સુરક્ષા હટાવવાના મુદ્દાને રાજકારણથી પ્રેરિત મુદ્દો ગણાવ્યો હતો.
બિલને રજૂ કરતા અમિત શાહે જાહેરાત કરી હતી કે નવા બિલ હેઠળ SPG સુરક્ષા માત્ર વડાપ્રધાન સુધી સિમીત રહેશે, આ સુરક્ષા વડાપ્રધાન સિવાય પદ પરથી હટ્યાં પછી પૂર્વ વડાપ્રધાન પાસે પાંચ વર્ષ સુધી રહેશે. આ દરમિયાન વડાપ્રધાનના પરિવારને પણ આ સુરક્ષા મળશે.
આ બિલમાં ફેરફાર બાદ જ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પાસેથી SPG સુરક્ષા હટાવી લેવાઈ હતી, જ્યારે હવે તેમની સુરક્ષા CRPF કરશે.

