બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષામાં થયેલી ગેરરીતિના મુદ્દે હજુ પણ ગાંધીનગરમાં કેટલાક વિદ્યાર્થીઓ આંદોલન ચલાવી રહ્યા છે. ત્યારે આજે વિધાનસભાના વિપક્ષના નેતા પરેશ ધાનાણી, ધારાસભ્ય ઈમરાન ખેડાવાળા સહિતના કોંગી નેતાઓએ વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. સરકારના ગુપ્તચર વિભાગના લોકો ધાકધમકી આપતા હોવાનો પણ પરેશ ધાનાણીએ આક્ષેપ લગાવ્યો હતો. જ્યારે ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ અન્ય પક્ષના ધારાસભ્યો પણ ટેકો આપે તેવી અપીલ કરી હતી. તો વિદ્યાર્થી આગેવાન યુવતી પશ્વિ પટેલે વિદ્યાર્થીઓને ફરી આંદોલનમાં જોડાવવા અપીલ કરી હતી.

