બિન સચિવાલય પરીક્ષામાં ગેરરીતિનો મામલો: સરકારે 4 સભ્યોની SITની રચના કરી

ગુજરાત

છેલ્લા બે દિવસથી ગાંધીનગર ખાતે યુવાનો પ્રદર્શન કરીને પરીક્ષા રદ કરવા માંગ કરી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચનાની જાહેરાત કરી હતી.

તેમાં અગ્ર સચિવને SITના ચેરમેન બનાવાયા છે. તેમાં ગાંધીનગર રેન્જ આઈજીને સભ્ય, કલેક્ટરને સામેલ કરાયા છે. 10 દિવસમાં SIT રિપોર્ટ ગુજરાત સરકારને આપશે.